ધાર્મિક ડેસ્કઃ ઓગસ્ટના 31માંથી 20 દિવસ ઉત્સવ રહેશે. આ મહિનાની શરૂઆત શ્રાવણના સોમવારથી થઈ રહી છે. ત્યાં જ, મહિનાના છેલ્લાં દિવસે ગણેશ ચતુર્થી પર્વ ઉજવાશે. ઓગસ્ટના બીજા અને છેલ્લાં સપ્તાહમાં પાંચ દિવસ વ્રત-પર્વના રહેશે. આ મહિનામાં શ્રાવણના 4 સોમવાર રહેશે. આ સાથે જ રક્ષાબંધન, નાગપંચમી, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, સિંહ સંક્રાંતિ અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી જેવા મોટા વ્રત-તહેવાર પણ ઉજવાશે.
શ્રાવણ મહિનો 27 તારીખ સુધી રહેશે
આ મહિનાને રોગ, ક્લેશ અને વિકારોને દૂર કરનાર પણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં કરવામાં આવતી શિવ આરાધનાનું ફળ આખું વર્ષ મળે છે. આ મહિનામાં શ્રાવણના ચાર સોમવાર રહેશે. જે 1 ઓગસ્ટ, 8 ઓગસ્ટ, 15 ઓગસ્ટ અને 22 ઓગસ્ટના રોજ રહેશે. સોમવારનું વ્રત કરવાથી ભગવાન શિવ-પાર્વતી પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે. ત્યાં જ, 9 ઓગસ્ટના રોજ ભોમ પ્રદોષનો શુભ સંયોગ દરેક પ્રકારના દોષ અને રોગનું નિવારણ કરનાર રહે છે. શ્રાવણ મહિનો 27 તારીખ સુધી રહેશે.
તારીખ અને વાર | તિથિ-તહેવાર, પર્વ અને ખાસ તિથિઓ |
1 ઓગસ્ટ, સોમવાર | શ્રાવણનો પહેલો સોમવાર |
2 ઓગસ્ટ, મંગળવાર | મંગળાગૌરી વ્રત |
4 ઓગસ્ટ, ગુરુવાર | ગોસ્વામી તુલસીદાસ જયંતી |
8 ઓગસ્ટ, સોમવાર | પુત્રદા એકાદશી, બીજો સોમવાર |
9 ઓગસ્ટ, મંગળવાર | મંગળા ગૌરી વ્રત, પ્રદોષ |
11 ઓગસ્ટ, ગુરુવાર | રક્ષાબંધન |
12 ઓગસ્ટ, શુક્રવાર | સ્નાન-દાન પૂર્ણિમા |
14 ઓગસ્ટ, રવિવાર | કજ્જલી ત્રીજ, ફુલકાજળી વ્રત |
15 ઓગસ્ટ, સોમવાર | બોળચોથ |
16 ઓગસ્ટ, મંગળવાર | નાગપંચમી |
17 ઓગસ્ટ, બુધવાર | રાંધણ છઠ્ઠ, સિંહ સક્રાંતિ |
18 ઓગસ્ટ, ગુરુવાર | શીતળા સાતમ |
19 ઓગસ્ટ, શુક્રવાર | શ્રીકૃષ્ણ જન્માષ્ટમી |
23 ઓગસ્ટ, મંગળવાર | અજા એકાદશી |
24 ઓગસ્ટ, બુધવાર | પ્રદોષ વ્રત |
25 ઓગસ્ટ, ગુરુવાર | શિવ ચૌદશ, ગુરુ પુષ્યામૃત |
26 ઓગસ્ટ, શુક્રવાર | અમાસ |
27 ઓગસ્ટ, શનિવાર | સ્નાન-દાનની શનિશ્ચરી અમાસ, કુશગ્રહિણી અમાસ |
30 ઓગસ્ટ, મંગળવાર | કેવડા ત્રીજ |
31 ઓગસ્ટ, બુધવાર | ગણેશ ચોથ, ગણેશ ઉત્સવ શરુ |