ગુજરાતટોપ ન્યૂઝ

આ વર્ષે ગરમીથી છુટકારો વ્હેલો મળે તેવી શક્યતા, રાજ્યમાં ચોમાસાનું આગમન 10 જૂન સુધીમાં થઈ શકે છે

Text To Speech

રાજ્યમાં હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યાં છે, કાળઝાળ ગરમી વચ્ચે લોકો ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે આ ગરમીથી આ વર્ષે વ્હેલો છુટકારો મળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. એટલે કે આ વખતે ગુજરાતમાં ચોમાસુ વહેલું આવશે. રાજ્યના હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે, ગુજરાતમાં 10 જૂન બાદ ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે. હાલ મોનસૂન આંદામાન-નિકોબાર સુધી પહોંચી ગયું છે. જૂન મહિનાના પ્રારંભે પ્રિ-મોન્સૂન એક્ટિવ થશે. કેરળમાં પણ ચોમાસુ વહેલું આવી જશે. કેરળમાં નિયત સમય 1 જૂન કરતા 5 દિવસ વહેલા ચોમાસું આવશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 27મી મેએ ચોમાસું કેરળ પહોંચશે, એટલે કે આ વર્ષે સામાન્ય કરતા પાંચ દિવસ વહેલું પહોંચશે.

જૂનના પહેલાં અઠવાડીયે જ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ શકે છે
ગુજરાતમાં સામાન્ય કરતાં વ્હેલું ચોમાસું બેસી શકે છે. જેના પગલે જૂનની શરૂઆતમાં જ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ જશે. માત્ર કચ્છને જૂનના અંત સુધી ચોમાસાની રાહ જોવી પડશે. ગુજરાતના પૂર્વ ભાગમાં હાલ વરસાદ સારો જણાય છે. પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 27મી મેએ ચોમાસું કેરળ પહોંચશે, એટલે કે આ વર્ષે સામાન્ય કરતા પાંચ દિવસ વહેલું પહોંચશે

કેરળમાં ચોમાસું 27 મેના રોજ પહોંચી જવાની શક્યતા
ભારતમાં મોનસૂનની શરૂઆત સત્તાવાર રીતે કેરળમાં મેઘરાજાના આગમનની સાથે થતી હોય છે.  ત્યારે આ વર્ષે કેરળમાં ચોમાસું તેના નિયત સમય 31 મે અથવા 1 જૂન કરતા પાંચ દિવસ વહેલું એટલે કે 27 મેના રોજ પહોંચી જવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના આંકલન મુજબ રાજ્યમાં ચોમાસું 15 જૂનની આસપાસ પહોંચી શકે છે. જો કે, આ ચોમાસું આંદમાન નિકોબારથી કેરળ લઇને ત્યાંથી આગળ કેટલે સુધી પહોંચે છે તેની પર સમગ્ર મદાર રહેલો છે.

Back to top button