ગુજરાત

રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગના નાણાં હવેથી ઓનલાઇન જમા થશે

Text To Speech
  • વિવિધ પ્રકારોની સેવા માટે આજથી જ અમલવારી

ગાંધીનગર, 15 માર્ચ : રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આપેલ મંજુરી અંતર્ગત ગૃહ વિભાગ હસ્તકના નશાબંધી અને આબકારી વિભાગની વિવિધ પ્રકારની સેવાઓના સરકારી નાણાં ઓફલાઇન ચલણ દ્વારા જે તે અરજદારે બેંકમાં જાતે જમા કરાવવા જવુ પડતુ હતુ. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ સુવિધા હવેથી ઓનલાઈન કરી આપવામાં આવી છે. જેથી સમયનો વ્યય અટકશે.

ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી

મળતી માહિતી મુજબ, નશાબંધી અને આબકારી વિભાગની વિવિધ પ્રકારની સેવાઓના સરકારી નાણાં ઓફલાઇન ચલણ દ્વારા જે તે અરજદારે બેંકમાં જાતે જમા કરાવવા જવુ પડતુ હતુ. પરંતુ રાજ્ય સરકાર દ્વારા જાહેર જનતા/ઉદ્યોગકારોને સરકારી નાણાની રકમ ઓફલાઇન બેન્કમાં જમા ન કરાવવી પડે તથા ઉદ્યોગકાર કે સેવા મેળવનાર વ્યક્તિ પોતાના બેંક ખાતામાંથી રાજ્ય સરકારની તિજોરીમાં જમા કરાવી શકે તેવો અભિગમ અપનાવતા નશાબંધી અને આબકારી વિભાગની તમામ સેવાઓના નાણા ઓનલાઇન જમા કરાવી શકાય તેવી જોગવાઇ કરવામાં આવેલ છે.

આજથી જ અમલવારી શરૂ કરાઇ

આ જોગવાઇઓનો અમલ તા. ૧૫-૦૩-૨૦૨૪ ના રોજથી કરવામાં આવે તે મુજબનુ આયોજન કરવામાં આવેલ છે. જેથી હવેથી જે તે અરજદારને હવે ઓફલાઇન ચલણ દ્વારા બેંકમાં નાણા જમા કરાવવા જવા માંથી મુક્તિ મળશે, અરજદારો આ સેવાનો લાભ ૨૪X૭ મેળવી શકશે તેમ નિયામક નશાબંધી અને આબકારી ખાતું ગુજરાત રાજ્યની યાદીમાં જણાવાયું છે.

Back to top button