ટોપ ન્યૂઝનેશનલ

મોદી સરકાર ટૂંક સમયમાં વસ્તી નિયંત્રણ કાયદો લાવશે; કેન્દ્રીય મંત્રીનો દાવો

Text To Speech

નેશનલ ડેસ્કઃ કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલે મંગળવારે કહ્યું કે, વસ્તી નિયંત્રણ માટે ટૂંક સમયમાં કાયદો લાવવામાં આવશે. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટરે જ્યારે વસ્તી નિયંત્રણ અંગેના કાયદા વિશે પૂછવામાં આવ્યું ત્યારે આ વાત કહી.

તેમણે આ મામલે કહ્યુ હતુ કે, ‘ટૂંક સમયમાં તે કાયદો લાવવામાં આવશે, ચિંતા કરશો નહીં. જ્યારે આવા મજબૂત અને મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, બાકીના પણ લેવામાં આવશે’. ઉલ્લેખનીય છે કે, તેઓ બડૌદાના ગરીબ કલ્યાણ સંમેલનમાં ભાગ લેવા માટે રાયપુર પહોંચ્યા હતા.

કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ થોડા દિવસ પહેલાં જ સંસદમાં જણાવ્યું હતું કે, સરકારે વસ્તી નિયંત્રણ હાંસલ કરવા માટે જાગૃતિ અને આરોગ્ય અભિયાનોનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે અને કાયદાની જરૂર નથી.

માંડવિયાએ ડેટાને ટાંકીને કહ્યું, ‘આ સૂચવે છે કે વસ્તી નિયંત્રણ પર સરકારની નીતિઓ બળજબરીનો ઉપયોગ કર્યા વિના છે. તેને ફરજિયાત બનાવીને અને જાગૃતિ દ્વારા કામ કરીને.’ વિરોધ પક્ષોના કેટલાક સાંસદોએ પણ આ બિલનો વિરોધ કર્યો હતો.

જો કે, સાંસદો સહિત ભાજપના નેતાઓ સમયાંતરે વસ્તીને નિયંત્રિત કરવા માટે કાયદો બનાવવા માટે દબાણ કરી રહ્યા છે. વસ્તી નિયંત્રણ બિલ પર સંસદમાં ઘણી ચર્ચા થઈ છે.

મહત્ત્વનું છે કે, કે આઝાદી બાદથી 35થી વધુ વખત સંસદમાં બે બાળકની નીતિ રજૂ કરવામાં આવી છે, પરંતુ તે કાયદો બનવામાં નિષ્ફળ રહી છે.

Back to top button