ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં ધર્માંતરણને લઈને ધારાસભ્યએ વિધર્મીઓને આપી ચીમકી

Text To Speech

પાલનપુર: ડીસાના માલગઢ ગામે રહેતા માળી પરિવારના યુવકની પત્ની પુત્રી અને પુત્રને ધર્માંતરણ કરાવાયું હોવાનો મુદ્દો રાજ્યભરમાં ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે ડીસાના ધારાસભ્યએ આવી રીતે લવ જેહાદમાં હિન્દુ દીકરીઓને ફસાવી ધર્માતરણ કરાવવાની બાબતને ગંભીર ગણાવી વિધર્મીઓને ખુલ્લી ચીમકી આપી છે.

ધારાસભ્યની વિધર્મીઓને ચીમકી

ડીસાના માલગઢ ગામના માળી સમાજની યુવતીને એજાજ શેખ નામના યુવકે ફસાવી યુવતી ની માતા તેમજ યુવતીના ભાઈને પણ વશમાં કરી ધર્માંતરણ કરાવાયુ હોવાની બાબત પ્રકાશમાં આવી છે. યુવતીના પિતાએ અગાઉ પણ પોલીસમાં ફરિયાદ કરી હતી.તેમ છતાં પરિવારને ધર્માંતરણ કરાવતા ગઈકાલે યુવતીના પિતા હરેશભાઇ માળી એ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાબતે પાલનપુર પૂર્વ પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે.ત્યારે ડીસાના ધારાસભ્ય પણ આ બાબતને ગંભીર ગણાવી વિધર્મીઓને ખુલ્લી ચીમકી આપી છે.

ધારાસભ્ય શશીકાંત પંડયાએ જણાવ્યું હતું કે મુસ્લિમ યુવકો હિન્દુ નામ ધારણ કરી શાળા કોલેજોમાં ભણતી હિન્દુ દીકરીઓને લવ જેહાદ હેઠળ ફસાવી રહ્યા છે. જે બિલકુલ ચલાવી લેવાશે નહીં. હાલમાં ગુજરાત તેમજ બનાસકાંઠા જિલ્લો શાંત પડ્યા છે. ત્યારે વિધર્મી યુવકો હિન્દુ દીકરીઓને ફસાવવાની આવી ચેષ્ટા ન કરે નહિતર તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે તેમ ધારાસભ્ય જણાવ્યું હતું.

Back to top button