ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ધ્રાંગધ્રા નગરપાલિકાનાં કામો અંગે ધારાસભ્યે જાતે વિગતો માગી

  • છેલ્લા ત્રણ વર્ષમાં ધ્રાંગધ્રા નગરપાલિકામાં થયેલા કામો અને કેટલી ગ્રાન્ટ આવી અને ક્યાં વપરાય તેની વિગતો સ્થાનિક ધારાસભ્યએ તંત્ર પાસે માંગી.

અહેવાલ અને ફોટા: જાડેજા દીપેન્દ્રસિંહ સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા નગરપાલિકામાં થયેલા કામોની વિગત સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ તંત્ર પાસે માંગી છે. હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ નવો પ્રોજેક્ટ નગરપાલિકા અંતર્ગત ચાલુ નથી અને કોઈપણ પ્રકારના વિકાસના કામો હજુ સુધી નગરપાલિકામાં લેવાયેલા નથી કારણ કે હાલ જ નવી બોડી નગરપાલિકા ઉપર બેઠી છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષમાં ધ્રાંગધ્રા નગરપાલિકામાં થયેલા કામો અને કેટલી ગ્રાન્ટ આવી અને ક્યાં વપરાય તેની વિગતો સ્થાનિક ધારાસભ્યએ તંત્ર પાસે માંગી છે.

ધારાસભ્ય દ્વારા તંત્રને મધ્યસ્થી રાખી અને આ પ્રકારની વિગતો પૂછવામાં આવતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે ખાસ કરીને નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં કરવામાં આવેલી કામગીરીની વિગતો પણ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ માંગી છે. જોકે છેલ્લા ત્રણ વર્ષમાં સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટ ધ્રાંગધ્રા નગરપાલિકાને ફાળવવામાં આવી અને કેવા પ્રકારના વિકાસના કામો થયા તે અંગેની વિગત પૂછવામાં આવતા જાણે અંદરો અંદર ખચકાટ હોય તેવું લાગી રહ્યું છે.

કલેક્ટરની અધ્યક્ષતામાં ધારાસભ્યએ ધ્રાંગધ્રા નગરપાલિકાના કામોની વિગત માંગી

હાલમાં જ નવા નગરપાલિકાના પ્રમુખ અને ચેરમેનોએ હોદ્દા સાંભળ્યા છે ત્યારે ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ જ નગરપાલિકામાં થયેલા કામોની યાદી અને સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ તેમજ આ ગ્રાન્ટનો ક્યાં ઉપયોગ થયો છે તેની વિગતો જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં માંગી છે, ત્યારે શું સીધો ધ્રાંગધ્રા નગરપાલિકાના સત્તાધિશો ધારાસભ્યોને જવાબ નથી આપી રહ્યા તેવો સવાલો ઉભો થયો છે જિલ્લા કલેકટરની મધ્ય સ્થિતિમાં આવા પ્રકારની વિગતો શા માટે માગવામાં આવી તેની સામે પણ અનેક ચર્ચાઓ વહેતી થઈ છે.

હવે સવાલ એ છે કે ધ્રાંગધ્રા ધારાસભ્યને પાલિકા દ્વારા કરવામાં આવેલા ત્રણ વર્ષના કામોની યાદી અને કેટલી ગ્રાન્ટ સરકારમાંથી આવી અને ક્યાં કેટલી રકમ ફાળવવામાં આવી અને કેવા વિકાસના કામો ધ્રાંગધ્રા શહેરીજનો પાછળ નગરપાલિકાએ ત્રણ વર્ષમાં કર્યા તે અંગેની વિગતો ક્યારે પ્રાપ્ત થશે તે જોવું રહ્યું પરંતુ નગરપાલિકા કોઈપણ કામગીરીને લઈ અને શંકા ના દાયરા હોય તેવું સ્થાનિક ધારાસભ્યના આ પ્રકારના માહિતી મેળવવા અંગે લાગી રહ્યું છે. ધારાસભ્ય જાણે નગરપાલિકાથી અસંતુષ્ટ હોય તેવું લાગી રહ્યું છે અને લોકોમાં પણ આ પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો: માંગરોળઃ મદ્રેસામાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ, બેની ધરપકડ

Back to top button