ભાજપથી નારાજ માતરના ધારાસભ્ય પહેલા AAPમાં જોડાયા અને હવે ફરી પાછા ભાજપમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે હવે ચૂંટણી નજીક આવતા રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. ત્યારે ભાજપ માતરના ધારાસભ્ય ટિકિટના મળતા હજુ કાલે જ આપમાં જોડાયા હતા અને ગોપાલ ઈટાલિયા સાથે ફોટો શેર કર્યો હતો. જે બાદ આજે ફરી આપ છોડી ફરીથી પાછા ભાજપમાં જોડાઈ ગયા છે. એટલું જ નહીં પણ તેમણે દેવુસિંહ સાથેની ભાજપને સમર્થન કરતી સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ શેર કરી છે.
મહિપતસિંહની ટિકિટ કાપી કેંસરીસિંહ આપમાં જોડાયા
માતર વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ મહિપતસિંહના નામની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ AAPમાં જોડાનાર કેસરીસિંહને ગઈકાલે જ પાર્ટીએ મહિપતસિંહની ટિકિટ કાપીને માતરની બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા હતા. જોકે તેમણે ગણતરીના કલાકોમાં જ ફરી ભાજપને સમર્થન કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે. જેમાં તેઓ દેવુસિંહ સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: વિરોધ વચ્ચે ક્યાંથી લડશે અલ્પેશ ઠાકોર?, કઈ બેઠકો માટે ચાલી રહી છે ચર્ચા
કેસરીસિંહ ફરી પાછા ભાજપમાં
આ મામલે બીજી તરફ માતર AAP માટે જેના નામની જાહેરાત કરવામાં આવી હતી, તે મહિપતસિંહની ટિકિટ કાપી નાંખી હતી અને કેસરીસિંહને ઉતારવા અંગે પોસ્ટ શેર કરી હતી. ત્યારે મહિપતસિંહના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે આ બેઠક પર આપ માંથી કયો ઉમેદવાર લડશેને લઈને ફરી ચર્ચા ચાલી છે.