ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

કારમાં સવાર બદમાશોએ મોડીરાત્રે છોકરીઓની કરી છેડતી, જૂઓ વીડિયો

ઉત્તરાખંડ, 28 ઓગસ્ટ, 2024: દેશમાં મહિલાઓની છેડતીના કિસ્સા અટકવાનું નામ નથી લેતા. હજુ તો એક તરફ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલે દેશભરમાં આક્રોશ છે, લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે ત્યારે ઉત્તરાખંડમાં જાહેર રસ્તા પર મોડી રાત્રે છોકરીઓની છેડતીનો કિસ્સો બન્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જૂઓ વીડિયો 

ઉત્તરાખંડના હલ્દવાનીમાં ફિલ્મ જોઈને પરત ફરી રહેલી બે યુવતીઓની છેડતીનો બનાવ બન્યો છે. આમાંથી એક યુવતીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરીને પોતાની સાથે બનેલી આઘાતજનક ઘટના વર્ણવી છે. વીડિયો વાયરલ થયા બાદ ઉત્તરાખંડ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. બાકીની શોધખોળ ચાલુ છે.

છેડતીનો ભોગ બનનાર યુવતીએ બુધવારે બપોરે એક્સ પર એક વીડિયો શેર કર્યો હતો. તેણે પોસ્ટમાં લખ્યું, “રાત્રે, હું મારા મિત્ર સાથે ફિલ્મ જોઈને પરત ફરી રહી હતી. અચાનક બે કારમાં આવેલા ઓછામાં ઓછા 10 છોકરાઓએ અમારો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો… તે 25 મિનિટ અમારા માટે ખૂબ જ ડરામણી હતી.”

યુવતી લખે છે કે, બીજી વખત તેઓએ કારના તમામ દરવાજા ખોલીને અમને સંપૂર્ણપણે બ્લોક કરી દીધા પરંતુ સદભાગ્યે સ્કૂટીમાં એક વ્યક્તિ દેખાયો અને તેણે તેમને ત્યાંથી દૂર કરવાનો પ્રયાસ કર્યો જેનાથી અમને બચવાની તક મળી. અમે કોઈક રીતે ત્યાંથી ભાગવામાં સફળ થયા પરંતુ થોડીવાર પછી તેઓએ ફરીથી એવું જ કરવાનો પ્રયાસ કર્યો. મોબાઈલ ફોનથી શૂટ કરાયેલા એક મિનિટના વીડિયોમાં કેટલાક છોકરાઓ કારમાં છોકરીઓનો પીછો કરતા જોવા મળે છે. વીડિયો મુખાણી રોડનો હોવાનું કહેવાય છે. યુવતીએ જણાવ્યું કે એક કાળી કારે તેના સ્કૂટરનો પીછો કર્યો. જ્યારે બીજી કારમાં બેઠેલા છોકરાઓએ જમણી બાજુથી તેમનો રસ્તો રોકી દીધો હતો. બદમાશોએ યુવતીઓ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી.

વીડિયો પોસ્ચ કરીને યુવતીએ પ્રશ્ન કર્યો છે – “શું હલ્દવાનીમાં આવી શાંતિ અને સુરક્ષા વ્યવસ્થા છે? શહેરમાં તોફાન કેમ વધી ગયું છે? શું હલ્દવાનીમાં મહિલાઓ માટે આ જ સુરક્ષા વ્યવસ્થા છે?” તેમણે પોલીસને આ મામલે કાર્યવાહી કરવા અપીલ કરી હતી.

આ વીડિયો વાયરલ થયા બાદ ઉત્તરાખંડ પોલીસ સક્રિય થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજ અને વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી બાકીના આરોપીઓ વિશે કડીઓ મળી શકે.

આ પણ વાંચોઃ મેડિકલ એસોસિયેશને આરજી મેડિકલ કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષનું સભ્યપદ રદ્દ કરી દીધું

Back to top button