બદમાશો જ્વેલરી શો-રૂમ લૂંટવા આવ્યા, ફાયરિંગ કર્યું પણ અંતે હાથમાં શું આવ્યું?
મુઝફ્ફરનગર (બિહાર), 14 જાન્યુઆરી: બિહારમાં એક જ્વેલરીના શોરૂમમાં બદમાશોએ લૂંટ ચલાવી દાગીનાની ચોરી કરી હતી. આ બનાવ મુઝફ્ફરનગર જિલ્લામાં હીરા લાલ સરાફ જ્વેલરી શોપનો છે. લૂંટના ઈરાદેથી આવેલા ગુનેગારોએ શનિવારે હવામાં અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. બદમાશોએ બંદૂકની અણી પર કર્મચારીઓને એક ખૂણામાં ઊભા રાખીને જ્વેલરીનો શો કેસ તોડીને તેમાં રાખેલા આર્ટિફિશિયલ જ્વેલરી અને સ્ટાફ મેમ્બરના મોબાઈલ ફોન ઝૂંટવી લીધા હતા. જ્યારે શો રૂમના સ્ટાફ રિતેશ કુમારે બદમાશોને રોક્યા તો તેણે તેમના પગ પર ગોળી મારી દીધી.
આ ઘટનામાં 6 ગુનેગારો સામેલ હતા
બે બાઇક પર આવેલા 6 ગુનેગારોએ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. શોપમાં દાગીના લૂંટીને ગુનેગારો ફાયરિંગ કરીને નાસી ગયા હતા. આ ઘટના બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. નજીકમાં હાજર લોકોએ ઘાયલ સ્ટાફને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ પછી દુકાનદારે પોલીસને મામલાની જાણ કરી. ઘટનાની માહિતી મળતા જ સીટી ASP અરવિંદ પ્રતાપ સિંહ અને ASP નગર અવધેશ દીક્ષિત સદર પોલીસ સ્ટેશનની પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સમય દરમિયાન પોલીસે સ્થળ પરથી ત્રણ શેલ મળી આવ્યા છે.
પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી
પોલીસે કાર્યવાહી કરતાં દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી છે. જેના પરથી માલૂમ પડ્યું છે કે, છ બદમાશોએ લૂંટ મચાવી હતી. દુકાનદાર મુકેશ કુમાર સરાફે જણાવ્યું છે કે, ગુનેગારોએ દુકાનના કાઉન્ટરનો કાચ તોડી નાખ્યો અને તેમાંથી બધા દાગીના બેગમાં રાખ્યા હતા. લૂંટારુઓ સોનું સમજીને આર્ટિફિશિયલ જ્વેલરી લઈ ગયા હતા. તેઓએ કાઉન્ટર પર બેઠેલા કર્મચારીનો મોબાઈલ ફોન પર છીનવી લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ગુનેગારોને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે. બીજી તરફ, લૂંટની ઘટનાને પગલે જ્વેલરી દુકાનદારોમાં પોલીસ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવા દુકાનદારો માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો:નકલી ED અધિકારી બનીને ₹3.2 કરોડની લૂંટ, એકની ધરપકડ