સૂચના અને પ્રસારણ મંત્રાલયે ટીવી ચેનલો માટે જાહેર કરી એડવાઈઝરી, કહ્યું- સંવેદનશીલ વીડિયોમાં એડિટિંગ કરો
કેન્દ્ર સરકારે તમામ ન્યૂઝ ચેનલો માટે એક એડવાઈઝરી જારી કરી છે જેમા તેમને ટીવી ચેનલોમાં સંવેદનશીલ વીડિયો કે ફોટાને ઉઘાડું ન દેખાડવાની ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે કહ્યું કે સંવેદનશીલ વીડિયો એડિટ કરીને દેખાડો જેથી લોકોમાં તેની ખરાબ અસર ન પડે.
કેન્દ્ર સરકારે ટીવી ચેનલો માટે જારી કરી એડવાઈઝરી
કેન્દ્ર સરકાર ટીવી ચેનલો અને મીડિયાના અન્ય માધ્યમોમાં આવતો સંવેદનશીલ વીડિયો અને ફોટોને લઈને એક્શનમાં આવી છે. અનેક ટીવી ચેનલોમાં વિડિયોમાં એડીટ કર્યા વગર જ સંવેદનશીલ દ્રશ્યોને બતાવવામાં આવતા હોય છે. ત્યારે તેને થતી ખરાબ અસરને પગલે ટીવી ચેનલો માટે કેન્દ્ર સરકારે જાહેરનામુ બહાર પાડી આ બાબતે ટકોર કરી છે. અને વીડિયોને એડીટ કરીને પછી જ ચેનલોમાં બતાવવા માટે જણાવ્યું છે. તેમજ ગુનાખોરી, અકસ્માત અને ખૂન-લૂંટ સહિતના બીજા ક્રાઈમની સંવેદનશીલ તસવીરો અને વીડિયો સૌથી પહેલા સાવધાની રાખવા માટે નિર્દેશ કર્યો છે.
મહિલાઓ, વુદ્ધો અને બાળકો પર ખરાબ અસર
માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે તમામ ટેલિવિઝન ચેનલો માટે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં મંત્રાલયે કહ્યું છે કે ટેલિવિઝન ચેનલોએ વ્યક્તિઓના મૃતદેહો અને તેમની આસપાસ લોહીના ડાઘ, ઘાયલ વ્યક્તિઓના ફોટા / વીડિયો બતાવવામાં આવે છે. અમુક મીડિયા દ્વારા હિંસક વીડિયોમાં એડિટિંગ નથી થઈ રહ્યું. તે મહિલાઓ, વુદ્ધો અને બાળકો પર ખરાબ અસર પાડે છે.
આ પણ વાંચો : વડોદરા સામુહિક આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો : આ કારણોથી પરિવારે ભર્યું અંતિમ પગલું