- પ્રેજન્ટેશન વખતે સરકારી શિક્ષણનો રીતસર ઉધડો લીધો
- સનદી અધિકારીઓએ કાન દઈ કૃષિમંત્રી રાઘવજીને સાંભળ્યા
- સરકારી શાળાઓમાં શિક્ષકો બરાબર ભણાવતા નથી
કૃષિમંત્રીએ ચિંતન શિબિરમાં ચોંકાવનારી વાત કરતા બ્યૂરોક્રસીમાં ચર્ચા શરૂ થઇ છે. જેમાં પ્રેજન્ટેશન વખતે સરકારી શિક્ષણનો રીતસર ઉધડો લીધો હતો. તેમાં સનદી અધિકારીઓએ કાન દઈ કૃષિમંત્રી રાઘવજીને સાંભળ્યા હતા. જેમાં જણાવ્યું હતુ કે સરકારી શાળાઓમાં શિક્ષકો બરાબર ભણાવતા નથી.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં રૂ.5 હજાર કરોડના ખર્ચે સ્પે. કેમિકલ્સ પ્લાન્ટ સ્થપાશે
ત્રણ દિવસની શિબિર દરમિયાન આ એકમાત્ર ટીકાત્મક ઉલ્લેખન
રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી રાઘવજી પટેલે કેવડિયામાં ચિંતન શિબિરના છેલ્લા દિવસે શિક્ષણ વિભાગના પ્રેજન્ટેશન વખતે સરકારી શિક્ષણનો રીતસર ઉધડો લઈ તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ત્રણ દિવસની શિબિર દરમિયાન આ એકમાત્ર ટીકાત્મક ઉલ્લેખન હોઈ સનદી અધિકારીઓએ કાન દઈ કૃષિમંત્રી રાઘવજીને સાંભળ્યા હતા. આ વિષય બ્યૂરોક્રસીમાં ચર્ચાની ચગડોળે ચઢયો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કાળઝાળ ગરમીને પગલે રોગચાળાએ માથુ ઉંચક્યું
સનદી અધિકારીઓએ કાન દઈ કૃષિમંત્રી રાઘવજીને સાંભળ્યા
સૂત્રો કહે છે કે, પ્રાથમિક શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ પ્રેજન્ટેશન કરી રહ્યા હતા, તે સમયે રાઘવજીએ તીવ્ર નારાજગી સાથે છણકો કર્યો હતો કે, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓની સરખામણીમાં રાજ્ય સરકાર સરકારી શાળાઓમાં ઘણો બધો વધારે ખર્ચો કરે છે અને અત્યારેય પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યાં છે. તેમ છતાં સરકારી શાળાઓમાં શિક્ષણ કેમ સુધરતું નથી, તે એક તપાસનો વિષય છે.
સરકારી શાળાઓમાં શિક્ષકો બરાબર ભણાવતા નથી
એમણે કહ્યું હતું કે, સરકારી શાળાઓમાં શિક્ષકો બરાબર ભણાવતા નથી, રેગ્યુલર હાજર રહેતા નથી, ગુણવત્તાસભર શિક્ષણ અપાતું નથી, પરિણામે બાળકો બરાબર ભણતા પણ નથી, આ એક નક્કર હકીકત છે. ‘હું ગ્રાન્ટેડ સ્કૂલ.ચલાઉ છું એટલે વાસ્તવિકતાની મને ખબર છે,’ એમ ઉલ્લેખી કૃષિમંત્રીએ એવું પણ કહ્યું હતુ કે, સરકાર દર વર્ષે કરોડો શિક્ષણ પાછળ ખર્ચે છે, છતાં ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓની તુલનામાં સરકારી શાળાઓનું પરિણામ ઘણું નબળું આવે છે. આને માટે સરકારી શાળાઓના શિક્ષકોને વખતોવખત તાલીમ આપવી જોઈએ કે જેથી સરકારી શાળાઓમાં ભણતા બાળકો અને વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળું શિક્ષણ મળે અને શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય તો સરવાળે સરકારી શાળાઓમાં ડ્રોપઆઉટ રેટ ઘટે. સૂત્રો કહે છે કે, રાઘવજીએ હિંમતભેર કરેલી આલોચનાત્મક રજૂઆત વખતે પિનડ્રોપ સાઇલન્સ જળવાયો હતો.