પતંગ રસિકો માટે આનંદના સમાચાર આવ્યા છે. જેમાં ઉત્તરાયણના દિવસે પવનને લઇને હવામાન વિભાગે જોરદાર આગાહી કરી છે. તેમાં ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે. તથા 3 દિવસ બાદ ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી છે. તેમજ હાલ અમદાવાદમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ: ઉત્તરાયણ આવતા પોળના લોકોને થઇ કમાણી, જાણો કઇ રીતે
રાત્રિના સમયે તાપમાન એક બે ડિગ્રી વધશે
હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી કરી છે. હવામાને કહ્યું કે, આગામી 2 દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓછું થતા ઠંડીનું પ્રમાણ ઘટશે. જેને લઈ બે દિવસ તાપમાન ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે અમદાવાદ, ગાંધીનગરમાં દિવસનું તાપમાન 30.5 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. આ તરફ રાત્રિના સમયે તાપમાનમાં પણ એક બે ડિગ્રી તાપમાન વધવાની તેમજ બપોરે ગરમી અસર વર્તાશે તેવી આગાહી કરી છે.
આ પણ વાંચો: અમદાવાદીઓને કોરોનાથી પણ વધારે આ પ્રાણીથી લાગી રહ્યો છે ડર
15 શહેરોમાં 30 ડિગ્રી તાપમાન થતા ઠંડીમાં રાહત મળશે
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે. આ સાથે 3 દિવસ બાદ ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. મહત્વનું છે કે, હાલ અમદાવાદમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ સવાર-સાંજ બેવડી ઋતુ અનુભવ થશે તેવી આગાહી કરી છે. જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમી જેવું વાતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવનોના જોરમાં ઘટાડો થતા બેવડી ઋતુ અનુભવથશે, જેને લઈ અમદાવાદ સહિત 15 શહેરોમાં 30 ડિગ્રી તાપમાન થતા ઠંડીમાં રાહત મળશે.