ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં હવામાન વિભાગે કરી આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Text To Speech
  • આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી
  • વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી
  • રાજયમાં પવનનો ગતિ 40 થી 45 કીમી પ્રતિકલાકની રહેશે

ગુજરાતમાં હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તેમજ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તથા રાજયમાં પવનનો ગતિ 40 થી 45 કીમી પ્રતિકલાકની રહેશે.

વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી

વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.ચોમાસુ હજુ પણ નવસારીમાં જ અટકેલ છે.આવનારા 2 દિવસમાં ચોમાસુ આગળ વધે તેવી સંભાવના સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાની પધરામણી થઈ હતી. જ્યારે અમદાવાદ સહિતના વિસ્તારોમા સાંજ પછી હળવા વરસાદની શક્યતા હતી. પરંતુ વરસાદ ન વરસવાને કારણે લોકો ભયંકર બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ભાવનગર, ગીર સોમનાથ, દીવ,કચ્છમાં વરસાદની આગાહી કરાઈ

21 જૂને અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી તથા ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. તેમજ 22 જૂને અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. તથા 23 જૂને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ,કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે.

Back to top button