અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બંગાળની ખાડીમાં લાભ પાંચમની રાતે બનશે વાવાઝોડું હવામાન વિભાગે કરી મોટી આગાહી

અમદાવાદ 25 ઓક્ટોબર 2025:  ભારતીય હવામાન વિભાગ (IMD)એ બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે, જે લાભ પાંચમની રાતે (27 ઓક્ટોબર, 2025) સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે. હાલ બંગાળની ખાડીમાં લો-પ્રેશર એરિયા સક્રિય છે, જે ધીમે ધીમે તીવ્ર બની રહ્યો છે. અરબ સાગર બાદ હવે બંગાળની ખાડી પણ હવામાનની દૃષ્ટિએ સક્રિય થઈ છે. IMDએ આ વાવાઝોડાનો સંભવિત ટ્રેક જાહેર કર્યો છે, જે પૂર્વીય ભારતના દરિયાકાંઠાને અસર કરી શકે છે.
MDના જણાવ્યા અનુસાર, 24 ઓક્ટોબરે લો-પ્રેશર વેસ્ટ-નોર્થવેસ્ટ દિશામાં ખસીને 25 ઓક્ટોબરે ડિપ્રેશનમાં ફેરવાશે. 26 ઓક્ટોબરે આ ડીપ ડિપ્રેશનમાં બદલાશે અને 27 ઓક્ટોબરની સવાર સુધીમાં સાઉથ-વેસ્ટ અને વેસ્ટ-સેન્ટ્રલ બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે. આ સિસ્ટમ પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી તેનો માર્ગ ઈસ્ટ-નોર્થઈસ્ટ તરફ વળી શકે છે. હાલમાં તેની ઝડપ 10-18 કિમી/કલાક છે.
આ વાવાઝોડાને કારણે ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ભારે વરસાદ અને તેજ પવનની આગાહી છે. ખાસ કરીને ઓડિશાના દરિયાકાંઠે 26-28 ઓક્ટોબર દરમિયાન તીવ્ર હવામાનની અસર જોવાશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે, અને સ્થાનિક વહીવટને સાવચેતીનાં પગલાં લેવા જણાવાયું છે. IMDએ લોકોને તાજેતરની હવામાન અપડેટ્સ પર નજર રાખવા અપીલ કરી છે, કારણ કે વાવાઝોડાનો ટ્રેક અને તીવ્રતા હજુ બદલાઈ શકે છે.
Back to top button