ગુજરાતટોપ ન્યૂઝ

હવામાના વિભાગની આગાહી, દક્ષિણ ગુજરાતમાં 25મીથી વરસાદ પડી શકે છે, રાજ્યમાં 2-3 ડિગ્રી તાપમાનનો પારો ઘટશે

Text To Speech

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 25મી મેથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે તેમજ રાજ્યભરમાં તાપમાનનો પારો પણ 2-3 ડિગ્રી ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડવાની આગાહી છે.

રાજયમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે હવે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ રહી છે. હવામાન વિભાગે આગામી 25મી એ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરી દિધી છે. હજુ આગામી 4-5 દિવસ સુધી ગરમીમાં રાહત મળશે અને તાપમાનનો પારો 2-3 ડિગ્રી સુધી ઘટવાનો અંદાજ છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડવાની આગાહી છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા અને નગરહવેલીમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં આ દરમિયાન તાપમાનનો પારો 41 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે.

Back to top button