ગુજરાતટ્રેન્ડિંગ

હવામાન વિભાગે અગામી ત્રણ કલાકને લઈ નાઉકાસ્ટ જાહેર કર્યું, જાણો કયા આવશે વરસાદ

  • રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ
  • ઉત્તર-પૂર્વ અરબ સાગર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ
  • સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી

હવામાન વિભાગે અગામી ત્રણ કલાકને લઈ નાઉકાસ્ટ જાહેર કર્યું છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તેમજ ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન અને ગાજવીજ સાથે શહેરમાં વરસાદ ખાબકી શકે છે. અમદાવાદ હવામાન વિભાગે અગામી ત્રણ કલાકને લઈ વરસાદી નાઉકાસ્ટ જાહેર કર્યુ છે.

આ પણ વાંચો: ગુજરાત: મુન્દ્રામાં શેરમાર્કેટમાં ટ્રેડિંગ કરવાના નામે લાખો રૂપિયાની ઠગાઈ

સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી

ગાજવીજ અને ભારે પવન સાથે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. નર્મદા, ભરૂચ, ડાંગ, છોટાઉદેપુર, દ્વારકા અને બોટાદમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. તેમજ અરબ સાગરમાં વિન્ડ શિયર સર્જાવાને કારણે બે દિશા તરફથી આવતા પવનો એકબીજા સાથે ટકરાય છે, જેને કારણે વરસાદની સંભાવનાઓ વધી જતી હોય છે. આથી આજે આ ઘટનાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હાલમાં મધ્ય ગુજરાતના ભાગો એટલે કે અમદાવાદ અને ગાંધીનગર તથા આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

ઉત્તર-પૂર્વ અરબ સાગર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ

વહેલી સવારથી જ સમગ્ર ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાની સાથે કાળાં ડિબાંગ વાદળો બંધાયા છે. તેથી અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, મોરબી, દીવ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે તો ઉત્તરગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, દાહોદ, મહીસાગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઉત્તર-પૂર્વ અરબ સાગર તરફ સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.

Back to top button