ગુજરાત

સુરતમાં ત્રણ કોર્પોરેટરો ગુમ થયા હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ

Text To Speech
  • કોર્પોરેટર રેશમા લાપસીવાલા, મનીષા મહાત્મા અને નરેશ રાણા સામે પ્રચંડ રોષ
  • મુખ્યમાર્ગ ઉપર ગેરકાયદે દબાણોએ અજગરી ભરડો લીધો
  • ત્રણ નગરસેવકો સામે પ્રજામાં ભારોભાર ઉકળાટની લાગણી

સુરતમાં કોટ વિસ્તારના ત્રણ કોર્પોરેટરો ગુમ થયા હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાથ જોડી વોટ માંગનારા હવે જનતા પાસે હાથ જોડાવી રહ્યા હોવાથી રોષ ફેલાયો છે. જેમાં લીમડાચોક, ઘંટી શેરી, બાલાજી રોડના રહીશોના નામે મેસેજ વાયરલ થયા છે. તથા કોર્પોરેટર મનીષાને બદલે તેમના પતિ રજૂઆત કરવા આવ્યા છે.

આ પણ વાંચો: હાર્ટના દર્દીઓને લાભ: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેથ લેબ શરૂ

ત્રણ નગરસેવકો સામે પ્રજામાં ભારોભાર ઉકળાટની લાગણી

શહેરના કોટ વિસ્તારના ત્રણ નગરસેવકો સામે પ્રજામાં ભારોભાર ઉકળાટની લાગણી પ્રવર્તી રહી છે. પાલિકાના ઇલેકશન વોર્ડ નં. 13 વાડીફળિયા-નવાગપુરા-બેગમપુરા-સલાબતપુરા વોર્ડના કોર્પોરેટર રેશમા લાપસીવાલા, મનીષા મહાત્મા અને નરેશ રાણા સામે પ્રચંડ રોષ છવાયો છે. વોલ સિટીના ત્રણેય કોર્પોરેટરો ગુમ થયા હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ફરી એક વાર રાજકીય ચકચાર મચી ગઇ છે.

આ પણ વાંચો: ઇન્કમટેક્સ એસેસમેન્ટ રિ-ઓપન મામલે હાઈકોર્ટે લીધો મોટો નિર્ણય 

મુખ્યમાર્ગ ઉપર ગેરકાયદે દબાણોએ અજગરી ભરડો લીધો

રાજમાર્ગ, કોટ્સફિલ રોડ, કાદરશાની નાળ, ભાગળ, બેગમપુરા લક્કડકોટ સહિતના વિસ્તારોના મુખ્યમાર્ગ ઉપર ગેરકાયદે દબાણોએ અજગરી ભરડો લીધો છે. તાજેતરમાં રાજમાર્ગ ઉપર થયેલી માથાકૂટ બાદ લીમડાચોક, ઘંટીશેરી, બાલાજી રોડના રહીશોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. દબાણો અટકાવવાને મુદ્દે નિષ્ફળ પુરવાર થયેલા ત્રણેય કોર્પોરેટરો તેમના વિસ્તારોમાં ફરકતાં નહીં હોય સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયામાં તેમની પોસ્ટ વાયરલ કરી છે. વોટ્સએપ ગ્રૂપમાં ફરી રહેલી પોસ્ટમાં હાથ જોડી વોટ માંગનારા હવે જનતા પાસે હાથ જોડાવી રહ્યાં હોવાનો ઉલ્લેખ કરાયો છે. એટલું જ નહીં, જેમને મળે તેઓ તાત્કાલિક આ ત્રણેય કોર્પોરેટરોને દબાણો દૂર કરાવવા રાજમાર્ગ ઉપર હાજર કરો, તેવી વિનંતી કરવામાં આવી છે.

Back to top button