કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

મોરબી દુર્ઘટનાને કારણે વીરપુરમાં બાપાની જયંતીની સાદાઈથી ઉજવણી, શોભાયાત્રા પણ રદ્દ

Text To Speech

મોરબીમાં 43 વર્ષ પહેલા ડેમ તૂટવાની ઘટનાની યાદો ફરી પાછી તાજા થઈ છે. ત્યારે ગતરોજને ઝૂલતો પૂલ તૂટી પડતા સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. પુલ તૂટતા 90થી વધુ લોકોના મોત થયાની માહીતી સામે આવી રહી છે. તેમજ મૃત્યુઆંકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વીરપુર જલારામ બાપાની 223 મી જયંતીની સાદાઈથી મનાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જલારામ બાપાની જન્મ જંયતિ સાદાઈથી ઉજવાશે

મોરબીની દુર્ઘટના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ત્યારે આ ઘટનાને લઈને અનેક નેતાઓએ સંવેદના વ્યક્ત કરી છે. જે બાદ આજરોજને સંત જલારામ બાપાની જન્મ જંયતિ ધૂમધામથી ઉજવણી કરવામાં આવનાર હતી. પણ મોરબીની દુર્ઘટનાના કારણે વીરપુર જલારામબાપા ટ્રસ્ટ દ્વારા શોક વ્યક્ત કરી ઉજવણી સાદાઈથી જ કરી લેવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વીરપુરમાં સંત જલારામ બાપાની આજે 223મી જયંતી છે. ત્યારે મોરબીની ઘટના બાદ સાદાઈથી ઉજવણી કરવામાં આવશે. તે સહિત સૌરાષ્ટ્રમાં અને બીજા અન્ય શહેરોમાં પણ બાપાની જન્મ જંયતિની સાદાઈથી ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો છે.

વિરપુર મંદિરમાંથી તમામ શણગાર ઉતારી લેવાયો

જલારામ બાપાના મંદિરની તમામ ડેકોરેશનની લાઈટોનો શણગાર ઉતારી લેવાયો છે. જલારામ બાપાની મંદિરમાં આજે કોઈપણ પ્રકારના શણગાર નહીં થાય. આ ઘટનાને કારણે જલારામ બાપાની શોભાયાત્રા પણ રદ્દ કરવામાં આવી છે. તેમજ અલગ અલગ ચોકમાં ફલોટ્સ તૈયાર નહિ કરવા અને કેક સેલિબ્રેશન પણ નહિ કરીને સાદગીથી જલારામ બાપાની 223મી જયંતી ઉજવવા માટે ગાદીપતિ રઘુબાપા દ્વારા અપીલ કરવામાં આવી છે.

પીએમ મોદીનો કાર્યક્મ મોકુફ રહેની આશંકા

ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. જેનો આંકડો પણ સતત વધી રહ્યો છે. જેમાં ખાસ કરીને મૃત્યુ પામનાર લોકોમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા વધુ છે. ત્યારે આ ઘટનાથી સમગ્ર ગુજરાત શોકમગ્ન છે ત્યારે ત્યારે આ ઘટનાની ગંભિરતાને ધ્યાને લઈ આજના દિવસમાં થનાર ઉજવણીના કાર્યક્રમો સાદાઈથી કરવાનો નિર્ણય લીધો છે. તેમજ પીએમ મોદીનો પણ આજે ગાંધીનગર ખાતેનો રોડ શો પણ મોકુફ રહશે.

આ પણ વાંચો: સીએમ યોગી સહિત તમામ વિપક્ષી નેતાઓએ મોરબીની ઘટના પર વ્યક્ત કર્યું દુ:ખ

Back to top button