કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

મોરબી પાલિકાના સભ્યોના ગાંધીનગરમાં ધામાં, સુપરસીડ અંગે CMને રજૂઆત કરવા પહોચ્યાં

Text To Speech

મોરબી દુર્ઘટના મામલે મોરબી નગરપાલિકાના સભ્યો ગાંધીનગર ખાતે પહોચ્યાં છે. જ્યાં તેઓ સુપરસીડના નિર્ણયમાં ફેર વીચારણાને લઈને તેઓ સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરશે. મોરબી દુર્ઘટના બાદ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી દેવામાં આવી હતી. ત્યારે આ મામલે કાઉન્સીલરો સીએમને રજૂઆત કરવા પહોચ્યાં છે.

MORBI BRIDGE COLLAPSED
મોરબી બ્રિજ દુર્ઘટના

44 જેટલા સભ્યોએ ગાંધીનગરમાં ધામા

ત્યારે આ અંગે કાઉન્સીલરોએ જણાવ્યુ હતુ કે આ મામલે સુપરસીડ ન કરવામાં આવેની રજૂઆત કરવા સીએમ કાર્યાલય ખાતે પહોચ્યાં છે. ત્યારે મોરબી દુર્ઘટના મુદ્દે ઓરેવા કંપની સાથે થયેલ કરાર જનરલ બોર્ડમાં લીધેલો નથી. તેમજ ખાસ કરીને નગરપાલિકાના 49 સભ્યોને આ એગ્રીમેન્ટ અંગેની કોઈ જાણકારી નથી ત્યારે તેઓ નિર્દોષ હોવાથી સુપરસીડની મુદ્દે ફેર વીચાર કરે તે માટે સીએમને રજૂઆત કરવા પહોચ્યાં હતા. આ અગાઉ સભ્યો દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજે 44 જેટલા સભ્યોએ ગાંધીનગરમાં ધામા નાખ્યાં છે. તેઓ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરશે.

મોરબી -HUM DEKHENGE NEWS
મોરબી પાલિકાના સભ્યો

આ પણ વાંચો: ઝૂલતો પુલ દુર્ઘટના પાછળ મોરબી નગરપાલિકા જવાબદાર: SITનો રિપોર્ટ આવ્યો સામે

સુપરસીડ અંગે રજૂઆત કરવા પહોચ્યાં અધિકારીઓ

મળતી માહિતી મુજબ મોરબી નગર પાલિકાને સુપરસીડ કરવા અંગેના નિર્ણયનો સ્થાનિક કોર્પોરેટરો જ વિરોધ કરી રહ્યા છે. પાલિકાના 44 જેટલા કોર્પોરેટરો આજે ગાંધીનગર આવી પહોંચ્યાં છે. તેમનું કહેવું છે કે પાલિકાને સુપરસીડ કરવા અંગેના નિર્ણય પર સરકારે ફેર વિચારણા કરવી જોઈએ. જેના માટે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીશું.

Back to top button