ભારતીય યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા આપતો યોગ દિવસ 21મી જૂને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે. યોગ જે લોકોને શારીરીક અને માનસીક રીતે સ્વસ્થ બનાવે છે અને જીવનને નવી દિશા આપે છે. તે હવે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની અમીટ છાપ છોડી રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ ખાતે આવેલા રાજપથ ક્લબમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોગાચાર્ય દિલીપ ધોળકિયા દ્વારા સૌ લોકોને યોગાના વિવિધ આસનો કરાવવામાં આવ્યા હતા તેમજ જીવનમાં યોગ અંગેનું મહત્વ સમજાવ્યું હતુ.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2015માં વિશ્વ યોગ દિવસ જાહેર કરાયો
21 જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજપથ ક્લબ ખાતેની ઉજવણીમાં પ્રમુખ શ્રી જગદીશભાઈ પટેલ, ઉપપ્રમુખ
ડૉક્ટર વિક્રમ કે શાહ, ખજાનચી શ્રી ફેનીલ આર શાહ, બોર્ડ ના સભ્યો ડૉ શિલ્પા અગ્રવાલ, કિરણ વસાણી, મનિષ ડી શાહ, સંજય બી શાહ, રાજીવ શાહ, ડૉ બંશી સાબૂ ઉપરાંત ક્લબના અનેક સભ્યોઓએ આ તબક્કે ધ્યાન, યોગ અને પ્રાણાયમ કર્યા હતા.
રાજપથ ક્લબ હંમેશાથી જ તહેવારો, રમત-ગમત હોય કે પછી કોઈ દિન વિશેષ હોય તેઓ તેની ઉત્સાહભેર ઉજવણી કરતાં જોવા મળે છે. આ સાથે જ આજે વિશ્વ યોગ દિવસની ઉજવાણી કરવામાં આવી હતી. યોગનું ભારતીય સંસ્કૃતીમાં અનેરો મહત્વ રહેલું છે. યોગ વડે માનવી શારીરીક અને માનસીક બંને રીતે સ્વસથ રહે છે ત્યારે યોગના મહત્વને ધ્યાનમાં રાખતાં સૌ કોઈએ પોતાના રોજિંદા જીવનમાં યોગ કરવાનું સંકલ્પ લીધું હતુ.
રાજપથ ક્લબ રિલેટેડ વધુ સમાચારો અહીં વાંચો
રાજપથમાં સ્વિમિંગ કોમ્પિટીશનમાં તગડી ટક્કર, 3થી 80 વર્ષના તરણવીરોનો જલવો
ચોમાસા પહેલા રાજપથમાં ખીલી ઈવેન્ટની મૌસમ, મેગા બમ્પર હાઉસી ઈવેન્ટની મોજ