મુખ્યમંત્રી અને સંતો વચ્ચે દોઢ કલાલ સુધી ચાલી બેઠક, જાણો શું નિર્ણય લેવાયો
સાળંગપુર હનુમાનજી ભીંતચિત્રોના વિવાદ મામલે હવે સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી પ્રફુલ પાનસેરિયા સહિતની ઉપસ્થિતિમાં વડતાલ સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાય શાખાના સંતોની ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. આ બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાઈ હતી. આ બેઠક હવે પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે આ બેઠક હકારાત્મક રહી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સ્વામીનારાયણ સંતોની બેઠક મળી
સાળંગપુર હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોને લઈને CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક યોજાઈ હતી, ત્યારે આ બેઠક હકારાત્મક રહી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે આ બેઠકમાં સનાતન ધર્મની લાગણી ના દુભાય એવો નિર્ણય લેવા બાંહેધરી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બેઠકમાં શું નિર્ણય લેવાયો તે અંગે સ્પષ્ટતા નહીં
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને સ્વામિનારાયણ સંતો સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી જેમાં તમામ સંતોએ મુખ્યમંત્રી સાથે વિવાદને લઈને ચર્ચાઓ કરી હતી. આ બેઠક દોઢ કલાલ સુધી ચાલી હતી અને ત્યાર બાદ બેઠક પૂર્ણ થતા સંતો રવાના થયા હતા. જો કે આ બેઠકમાં શું નિર્ણય લેવાયો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ આ બેઠક હકારાત્મક રહી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. જેથી ટૂંક સમયમાં આ મુદ્દાનો ઉકેલ આવી શકે છે.
આ પણ વાંચો : સુરતમાંથી નકલી દારુની ફેક્ટરી ઝડપાઈ, કેમિકલ મિશ્રિત કરી દારુ બનાવતા બે આરોપીઓની ધરપકડ