ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી ચોરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર જેલમાં પણ વોન્ટેડ હજુ પકડાયા નથી

Text To Speech
  • બીએસસી નર્સિંગના ચોથા વર્ષના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચોરી
  • પોલીસે કેમ કૂણું વલણ અપનાવ્યું છે : કોર્ટ
  • પરીક્ષામાં ગેરરીતિના દૂષણને ડામવું આવશ્યક

ગુજરાત યુનિવર્સિટીમાં નર્શિંગ ઉત્તરવહી ચોરી કૌભાંડમાં બે આરોપીના જામીન રદ થયા છે. જેમાં મુખ્ય સૂત્રધાર જેલમાં પણ વોન્ટેડ હજુ પકડાયા નથી. બંને આરોપી વોન્ટેડ છે ત્યારે પોલીસે કેમ કૂણું વલણ અપનાવ્યું છે તેમ કોર્ટે જણાવ્યું છે.

આ પણ વાંચો: ખેરાલુમાં પથ્થરમારાની ઘટના બાદ પણ સ્થિતિ શાંત થઇ નથી, હાઇવે પર વધુ બે દુકાનમાં લાગી આગ

બીએસસી નર્સિંગના ચોથા વર્ષના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચોરી થઇ હતી

ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસી નર્સિંગના ચોથા વર્ષના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચોરી કરવાના મુદ્દે પોલીસ ધરપકડથી બચવા માટે હેનિન દિનેશકુમાર પટેલ અને ફતેહમોહમદ અબ્બાસઅલી વિજાપરાએ આગોતરા જામીન મેળવવા માટે કરેલી અરજી અત્રેની સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ હેમાંગકુમાર જી. પંડયાએ ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે, તપાસનીશ અધિકારી દ્વારા આરોપીઓ તરફે કુણું વલણ કયા કારણોસર અપનાવવામાં આવ્યું છે, તે પોલીસ ઉચ્ચ અધિકારીએ તપાસ કરવાની બાબત છે. જ્યારે પરીક્ષામાં ગેરરીતિનું પ્રમાણ વધી જવાના કારણે ગુજરાત સરકારને ધી ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) અધિનિયમ-2023 બનાવવાની તાતી જરૂરિયાત ઉભી થયેલી છે. ત્યારે પરીક્ષામાં ગેરરીતિના દૂષણને ડામવું આવશ્યક છે. તપાસનીશ અધિકારીએ બન્ને આરોપીઓને નાસતા ફરતા દર્શાવ્યા હોવાથી આગોતરા જામીન પર મુકત કરવા ઉચિત જણાતું નથી.

આ પણ વાંચો: અમિત શાહ ગુજરાતમાં 2 દિવસના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

ફતેહમોહમદ અબ્બાસઅલી વિજાપરાએ આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી

ગુજરાત યુનિવર્સિટીના બીએસસી નર્શિંગ અને એ પછી ફિઝિયોથેરાપીના ચોથા વર્ષના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગાયબ થયાના કૌભાંડમાં પોલીસે સંજય ડામોર સહિત અન્યોની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા. જેમની તપાસમાં હેનિન દિનેશકુમાર પટેલ અને ફતેહમોહમદ અબ્બાસઅલી વિજાપરા સહિત અન્યોને નાસતા ફરતા દર્શાવ્યા હતા. દરમ્યાનમાં હેનિન દિનેશકુમાર પટેલ અને ફતેહમોહમદ અબ્બાસઅલી વિજાપરાએ આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી.

Back to top button