ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચૂપચાપ બેસી રહેલી કોંગ્રેસનો માસ્ટર પ્લાન આવ્યો બહાર

Text To Speech

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસની મોટી વાત સામે આવી છે. જેમાં લાભ પાંચમ પછી કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કરશે. તેમાં કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર માટે ઉતરશે. જેમાં 30,31 ઓક્ટોબર અને 1 નવેમ્બરે અનેક કાર્યક્રમો યોજવાની તૈયારીઓ થઇ રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપે 108 નેતાઓની ટીમ ઉતારી, જાણો શું છે કારણ

રાહુલ ગાંધીની મંજૂરી બાદ પ્રચારમાં ઉતરશે

આણંદમાં મહિલા સંમેલન યોજાશે. તથા પ્રિયંકા ગાંધી પણ પ્રચારમાં જોડાશે. અને સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસે એક દિવસ ગુજરાતને ફાળવવા સોનિયા ગાંધીને પણ વિનંતી કરી છે. તથા રાહુલ ગાંધીની મંજૂરી બાદ પ્રચારમાં ઉતરશે.

આ પણ વાંચો: રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના હિતમાં લેવાયો મોટો નિર્ણય

ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે

રઘુ શર્માએ આજે દિલ્હીમાં સોનિયા ગાંધી, સંગઠન મહાસચિવ વેણુગોપાલ સહિત કોંગ્રેસના કેન્દ્રીય દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના ઉમેદવારો અંગે ચર્ચા થઇ છે. ત્યારે કહી શકાય કે કોંગ્રેસ દિવાળી બાદ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. વિધાનસભાની ચૂંટણી જાહેરાતની કાઉન્ટ ડાઉન શરૂ થયો છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કમર કસી રહ્યાં છે.

આ પણ વાંચો: સાવધાન: કોરોનાના નવા બે વેરિયેન્ટનો પગપેસારો થયો, શહેરીજનો દિવાળીમાં સાવચેત રહેજો

ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પગલે મંથન થયુ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતાઓના ત્રણ દિવસ માટે દિલ્હીમાં ધામા છે. જ્યાં વિધાનસભાની 182 બેઠકના ઉમેદવારોની ચર્ચા કરવામાં આવી રહી છે. ગુજરાતના પ્રેદશ નેતાઓની દિલ્હીમાં મેરેથોનમાં વિધાસભાની ચૂંટણીલક્ષી તૈયારીની ચર્ચાઓ થશે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતા અને પ્રભારી સહિતના નેતાઓની ઉપસ્થિતમાં યોજાઈ રહેલી બેઠકમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પગલે મંથન થયુ છે.

Back to top button