કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

“ડમીકાંડ ખુલ્લા પાડવાનો દાવો કરતો વ્યક્તિ જ આજે પાંજરામાં” : CR પાટીલ

Text To Speech
  • ડમી કાંડ મામલે યુવરાજસિંહ પર પાટીલે કર્યા પ્રહાર
  • નામ લીધા વગર જ યુવરાજસિંહ પર કર્યા આક્ષેપ
  • પોતાને બચાવવા બીજાના નામ આપ્યા પરંતુ પુરાવા નથી :પાટીલ

ભાવનગરના ડમીકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ થયા બાદ ભાજપના નેતાઓ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અને યુવરાજ સિંહ પર આકારા પ્રહર પણ કરી રહ્યા છે. ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ આ મુદ્દે નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ નામ લીધા વગર યુવરાજસિંહ પર પ્રહાર કર્યા છે.

પાટીલે યુવરાજસિંહ પર કર્યા પ્રહાર

ડમી કાંડ મુદ્દે યુવરાજ સિંહની ધરપકડ બાદ હાલ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ડમી કાંડમાં નામ ન લેવા બાબતે તોડ કરવાનો આરોપમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ કરવામા આવી છે. આ મુદ્દે એક બાદ એક દિગ્ગજ નેતાઓના નિવેદન સામે આવી રહ્યા છે. ત્યારે હાલ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ આ અંગે નિવેદન આપ્યું છે. અને જેમાં તેમણે નામ લીધા વગર યુવરાજ સિંહ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે , “જે વ્યક્તિ ડમીકાંડમાં કૌભાંડો ખુલ્લા પાડવાની વાત કરતો હતો તે વ્યક્તિ જ આજે પાંજરે પુરાયો છે”.

સી આર પાટીલ-humdekhengenews

નેતાઓ સામે લગાવેલા આરોપના પુરાવા નથી

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજે ભાવનગરના 301મા જન્મ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ દકમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા નામ લીધા વગર જ યુવરાજસિંહ પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યુ કે ડમીકાંડ ખુલ્લા પાડવાનો દાવો કરતો વ્યક્તિ જ આજે પાંજરામાં છે, કઈ રીતે દર વખતે ડમી કાંડ કે પેપર લીકમાં યુવરાજસિંહ પાસે દરેક માહીતી હોય ? ડમી કાંડમાં તેને કરોડો રુપિયા પડાવ્યા છે જેના પુરાવા પોલીસ પાસે છે, નેતાઓ સામે આરોપ લગાવવા સરળ છે, પોતાને બચાવવા બીજાના નામ આપ્યા પરંતુ પુરાવા નથી.

 આ પણ વાંચો : હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિર ખાતે રથયાત્રાના નવા રથનું પૂજન કર્યું, જાણો રથયાત્રાનો શું છે ઇતિહાસ

Back to top button