અમદાવાદઉત્તર ગુજરાતગુજરાત

ધોળકામાં ચોરી કરવા આવેલા શખ્સે મકાન માલિકને છરીના ઘા ઝિંકી હત્યા કરી

Text To Speech

અમદાવાદ, 11 માર્ચ 2024, જિલ્લાના ધોળકા શહેરમાં બંધ મકાનમાં ઘૂસીને એક ચોર ચોરી કરવાનો પ્રયાસ કરતો હતો ત્યાં અચાનક મકાન માલિક આવી જતા ચોરે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન ઝપાઝપી થતાં ચોરી કરનાર ઈસમ ઘર માલિકને છરાના ઘા ઝીંકી ફરાર થઈ હતો. ઘાયલ વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

ચોરી કરી ભાગવા જતા થઈ ઝપાઝપી
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કલીકુંડ સુરભી સોસાયટીમાં 7 માર્ચે રાતના સમયે મકાન માલિક કિશનભાઇનું ઘર બંધ હાલતમાં પડ્યું હોવાથી ચોરી કરવાના ઇરાદે આનંદ ઉર્ફે હની કનુભાઈ દેવીપુજક ઘરમાં દાખલ થયો હતો. આ દરમિયાન અચાનક મકાન માલિક કિશનભાઈ ઘરે આવી પહોંચ્યા હતા. ચોરી કરવા આવેલા ઈસમ આનંદે કિશનભાઈને છરીના ઘા મારી દીધા હતા. કિશનભાઈની હાલત ગંભીર થતા તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન કિશનભાઇનું મૃત્યુ નિપજ્યું હતું.

પોલીસે આરોપી આનંદની કરી ધરપકડ
આ ઘટનામાં પોલીસે માત્ર 48 કલાકની અંદર જ હત્યા કરનાર આરોપી આનંદ ઉર્ફે હની કનુભાઈ દેવીપુજકની ધરપકડ કરી હતી. તેમજ વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે હત્યા કરનાર ઇસમની ઉંમર 23 હતી અને તે પોતે મજૂરી કામ કરતો હતો.

આ પણ વાંચોઃબનાસકાંઠામાં ગેનીબેનનો હૂંકારઃ અઢારે આલમ પાસે ‘મામેરા’ની સાચી હકદાર હું જ છું

Back to top button