ટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

ખાવામાં નશાની ગોળીઓ ભેળવીને નોકરાણીએ પરિવાર સાથે કર્યું આવું કૃત્ય!

Text To Speech

આગ્રા, 5 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશના આગ્રામાં એક નોકરાણીની હરકતો જાણીને પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા. નોકરાણી ભોજનમાં નશો ભેળવી દેતી હતી. ખોરાક ખાધા પછી, માલકીન અને બાળકો નશાના કારણે ઊંઘી જતાં. આ પછી નોકરાણી રસોડામાં ખાવાની વસ્તુઓની ચોરી કરતી હતી. પરંતુ રસોડામાં લાગેલા સીસીટીવીમાં તેની ઊંઘની ગોળીઓ આપતી અને ચોરી કરતી હોવાનો પર્દાફાશ થયો હતો. પીડિત પરિવારે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે.

મળતી માહિતી પ્રમાણે, બલદીપ સિંહ ભાટિયા જીમના માલિક છે. તેમની પત્ની કમલજીત કૌર તેમના બે બાળકો સાથે રહે છે. 2017માં તેમનો સંપર્ક નોકરાણી મંજુ સાથે થયો હતો. 2017માં મંજુના બાળકોની તબિયત સારી ન હતી અને તેને આર્થિક મદદની પણ જરુર હતી. જેથી કમલજીત કૌરે આ મંજુને આર્થિક મદદ કરી અને તેની કામે રાખી હતી, સમય જતાં મંજુએ કામ છોડી દીધું હતું. જો કે, નવેમ્બર 2023માં મંજુ ફરી કામ માંગવા આવી હતી. ત્યારબાદ પરિવારના સભ્યોએ મંજુને 2,500 રૂપિયામાં ભોજન બનાવવા માટે રાખી.

કેવી રીતે પકડાઈ નોકરાણી?

નોકરાણી મંજુના આવ્યા પછી રસોડામાં વપરાતા રાશનનો ખર્ચ અચાનક વધી ગયો, દૂધ, લોટ, શાકભાજી અને અન્ય વસ્તુઓનો ખર્ચ વધુ થવા લાગ્યો. રસોડાનો ખર્ચો તો વધવા લાગ્યો સાથે સાથે કમલજીત અને અને તેમના બાળકો બપોરે કંઈક વધારે પડતાં જ ઊંઘવા લાગ્યા. જેથી તેમને નોકરાણી પર શંકા થવા લાગી. પરંતુ ઘર માલિક પાસે કોઈ પુરાવા ન હતા. તેથી તેમણે રાતો રાત તેમના ઘરમાં સીસીટીવી કેમેરા લગાવરાવ્યા, જેની નોકરાણી મંજુને ખબર ન હતી.

મંજુ ખાવામાં સફેદ પાવડર ભેળવતી જોવા મળી

સીસીટીવી કેમેરામાં નોકરાણી મંજુ ખાવામાં સફેદ પાવડર જેવું કંઈક ભેળવતી જોવા મળી હતી. પરિવાર જમ્યા પછી ઊંઘી જાય ત્યારે તે રસોઈનો સામાન પણ ચોરી કરતી CCTVમાં જોવા મળી હતી. જેના કારણે પરિવારે મંજુને નોકરીમાંથી કાઢી મૂકી અને પોલીસ ફરિયાદ કરી હતી.

મંજુ સામે ફરિયાદ દાખલ

આ મામલામાં ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે એક પરિવારે તેમની નોકરાણી સામે શંકા વ્યક્ત કરી છે કે તે ખોરાકમાં કેટલાક પદાર્થો ભેળવે છે. ફરિયાદના આધારે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: આગ્રામાં ગંદકી વચ્ચે વર-કન્યાએ એકબીજાને હાર પહેરાવ્યા, જાણો કારણ

Back to top button