કોમી એકતાની અનોખી મિશાલઃ અમદાવાદના જુહાપુરામાંથી મુસ્લિમોએ તિરંગા યાત્રા કાઢી


અમદાવાદઃ શહેરના જુહાપુરા વિસ્તારમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા આઝાદીની ઉજવણી અંતર્ગત મહાતિરંગા રેલી કાઢવામાં આવી હતી. સરખેજથી લઈ જુહાપુરા સુધી લાબી યાત્રામાં મદરેશાના બાળકો, સ્કૂલના બાળકો સહિત 2 હજારથી વધુ લોકો આ મહા તિરંગા યાત્રામાં જોડાયા હતાં. આ તિરંગા યાત્રામાં DCP ઝોન 7 ભગીરથસિંહ જાડેજા પણ જોડાયા હતા.
કોમી એકતાની અનોખી મિશાલઃ અમદાવાદના જુહાપુરામાંથી મુસ્લિમોએ તિરંગા યાત્રા કાઢી#Ahmedabad #komiekta #Unity #juhapura #Muslim #TirangaRally #azadikaamritmahotsav2022 #15august #75YearsOfIndianIndependence #Gujarat #gujaratinews #IndiaAt75 #humdekhengenews pic.twitter.com/qUiUoeugBA
— Hum Dekhenge News (@humdekhengenews) August 16, 2022
સામાન્ય સંજોગોમાં રાષ્ટ્રીય પર્વમાં હિન્દૂ અને મુસ્લિમ લોકો આવા કાર્યક્રમમાં જોડાઈ એકતાનો સંદેશો આપતા હોય છે. ત્યારે આ તિરંગા મહારેલીમાં તમામ ધર્મ સંપ્રદાયના લોકો જોડાયા હતા. અમદાવાદમાં પ્રથમ વખત આ વિસ્તારમાંથી સૌથી લાંબો 2375 મીટર રાષ્ટ્રધ્વજ સાથે મહાતિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. તેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ સમુદાયના લોકો જોડાયા હતા અને એકતાનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદના જુહાપુરામાંથી મુસ્લિમોએ તિરંગા યાત્રા કાઢી#Ahmedabad #komiekta #Unity #juhapura #Muslim #TirangaRally #azadikaamritmahotsav2022 #15august #75YearsOfIndianIndependence #Gujarat #gujaratinews #IndiaAt75 #humdekhengenews pic.twitter.com/LPcLCIN49P
— Hum Dekhenge News (@humdekhengenews) August 16, 2022
આ યાત્રામાં હિન્દુ સંતો, મુસ્લિમ મૌલાના અને પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. આ સાથે આસપાસની સ્કૂલના 2000થી વધુ બાળકો રસ્તા પર રાષ્ટ્રધ્વજ લઈ કોમી એકતા અને રાષ્ટ્ર વિકાસનો સંદેશ આપતા નજરે પડયા હતા.