અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: દુનિયાનાં દેશો કરતાં સૌથી ઓછો પેટ્રોલનો ભાવ આપણા દેશમાં; 2024 બજેટને લઇને કેન્દ્રીય મંત્રીએ યોજી પત્રકાર પરિષદ

અમદાવાદ 27 જુલાઈ 2024 : નાણાકીય વર્ષ 2024 નાં કેન્દ્રીય બજેટને લઈ કેન્દ્રીયમંત્રી હરદીપસિંહ પુરીએ અમદાવાદનાં સિંધુ ભવન ખાતે આવેલી તાજ સ્કાય લાઈન હોટલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં વિશ્વ લેવલે ભારતની આર્થિક પરિસ્થિતિ, તેમજ દેશના રાજ્યોની આર્થિક પરિસ્થિતિ, અને અગાઉના બજેટ કરતાં આ વખતના બજેટ કઈ રીતે સારા અને યોગ્ય છે. અને આવનારા સમયમાં દેશની અર્થવ્યવસ્થાને વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવા માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા લક્ષ્યાંકો વિશે માહિતી આપી હતી. ત્યારે શું કહ્યું હતું કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જાણીએ વિગતવાર!!!

2027માં અર્થ વ્યવસ્થામાં વિશ્વનાં ત્રીજા સ્થાને પહોંચશે

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારનું 11 મું અને નિર્મલા સીતારમણનું સાતમું બજેટ આ વખતે બહાર પડ્યું છે. જ્યારે આ સરકારે સત્તા સંભાળી ત્યારે આપણી અર્થ વ્યવસ્થાની હાલત ખરાબ હતી. ભાજપની સરકાર આવ્યા બાદ અર્થ વ્યવસ્થા પહેલાં કરતા દુનિયાની પાંચમી અર્થવ્યવસ્થા પર આપણે પહોંચ્યા છીએ. તેમણે નાણામંત્રીને ટાંકીને કહ્યું કે નિર્મલા સીતારમણે પણ કીધું કે 2027 સુધી દેશની અર્થ વ્યવસ્થામાં વિશ્વનાં ત્રીજા સ્થાન પર ભારત પહોંચી જશે. બજેટથી લોકોને ખૂબ આશા હોય છે. જે રેવન્યુ કલેક્શન અને ખર્ચ હોય છે એ તમામ બાબતોને આધારે બજેટ નક્કી થાય છે.

શ્રીલંકા બાંગ્લાદેશમાં જુઓ પેટ્રોલના ભાવ શું છે?

કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે સ્ટોક માર્કેટ, અને લોકોના રીએકશન પર પણ આધાર રાખવામાં આવ્યા છે. જો આગળના બજેટ સારા ન હોત તો આપણે ત્રીજા સ્થાન સુધી આગળ ન વધી રહ્યા હોત, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના યોગ્ય નિર્ણયોનાં કારણે પેટ્રોલિયમનાં ભાવમાં ઘટાડો થયો છે. વિપક્ષ પર આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે એમનાં દ્વારા એવી વાત કરવામાં આવે છે જેનાથી સેલ્ફ ગોલ થઈ જાય છે. પેટ્રોલીયમનાં ક્ષેત્રમાં આપણે આગળ વધીએ છીએ. દુનિયાનાં દેશો કરતાં સૌથી ઓછો ભાવ આપણા દેશમાં છે. શ્રીલંકા બાંગ્લાદેશ સહિતના દેશોમાં જઈને જુઓ કે ભાવ શું છે? પૂર્વોદયનાં વિસ્તારોમાં બંગાળ, હિમાચલ, બિહાર બધા રાજ્યો આવે છે ત્યાં પણ પુર માટે કેન્દ્ર સરકાર દ્વારા રાહત ફંડ અપાયું છે. વિપક્ષનો આક્ષેપ હતો કે માત્ર 2 રાજ્યો માટે બજેટ હતું તો બીજા રાજ્યોનાં આંકડા જોઈએ તો ગુજરાતમાં 2004 અને 2014 માં 59982 કરોડ ટેકસ રિવોલ્યુશન હતું. અને હવે 2024 માં 2329800 કરોડ સુધી રિવોલ્યુશન પહોચ્યું છે. આજે શેર માર્કેટ 81 હજાર સુધી પહોંચી ચૂક્યું છે. લોકોની અપેક્ષાઓ હોઈ કે થોડું વધારે મળે પણ એ એક ઓનગોઇંગ પ્રોસેસ છે.

MSME નાં કારણે ગુજરાતનાં લોકો નિરાશ

લોકોની અપેક્ષાઓને લઈને મંત્રીએ વાત કરતા જણાવ્યું હતું કે પૂર્વોદયમાં બંગાળ, હિમાચલ, બિહાર બધા રાજ્યો આવે છે ત્યાં પણ પુર માટે રાહત ફંડ અપાયું છે. લોકોની અપેક્ષાઓ હોઈ કે થોડું વધારે મળે પણ એ એક ઓનગોઇંગ પ્રોસેસ છે. મુંદ્રા યોજનામાં સ્લેબ 20 લાખ સુધીનો કરાયો છે. MSME ના કારણે ગુજરાતના લોકો નિરાશ જોવા મળે છે તેવા સવાલ પર વિચાર કરશું એવું કહેવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ વિશેષ હાજરી આપી હતી.

આ પણ વાંચો : 

Back to top button