અમેરિકાની લાડીને તાલાલાનો વર: સાત સમુદ્ર પાર કરીને અમેરિકાથી લાડી આવી કાઠીયાવાડી વર સાથે લગ્ન કરવા !
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં રહેતા બલદેવ ભેટરિયાના લગ્ન હાલ ચર્ચામાં છે. તેમણે અમેરિકાનાં લીલી એલિઝાબેથ સાથે લગ્ન કર્યાં છે. આ બન્ને ત્રણ વર્ષથી ફેસબુક પર પરિચયમાં હતાં. સમય જતાં તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. ત્યાર બાદ બન્નેના પરિવારની સહમતી બાદ લીલીએ ભારત આવીને પરંપરાગત હિંદુવિધિ પ્રમાણે લગ્ન કર્યાં છે.
બલદેવ આહીરે 2019માં એલિઝાબેથને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી
મેસેન્જર પર વાતો કર્યાં બાદ વોટ્સએપ પર પ્રેમનો એકરાર કર્યો
બલદેવ-એલિઝાબેથે પ્રથમ રજિસ્ટર મેરેજ કર્યાં બાદમાં ગીર ખાતે હિંદુ વિધિથી લગ્ન કર્યાં
અનોખી ફેસબુક લવસ્ટોરી
પ્રેમને કોઈ સીમા નડતી નથી કહેવતને સાર્થક કરતો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.અમેરિકાની લાડી અને કાઠીયાવાડી વર. જી.હા તાલાલાનો યુવક અમેરિકાથી લાડી લઇ આવ્યો અને એ પણ સોશિયલ મિડીયાના માધ્યમથી. કહેવાય છે પ્રેમને કોઈ સીમા નડતી નથી. આ કહેવતને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે.ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના રહેવાસી યુવક સાથે અમેરિકાની યુવતીએે હિંદુ વિધિથી લગ્ન કર્યાં. તાલાલાના બલદેવ આહીર અને અમેરિકાની એલિઝાબેથ ફેસબુક મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને બાદમાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. અને એલિઝાબેથ અને બલદેવના પરિવારના લોકોએ સંબંધને મંજૂરી આપતાં બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
ફેસબુક થકી પાંગર્યો પ્રેમ,વીડીયો કોલથી પ્રપોઝ કર્યુ અને ગીરમાં હિંદુ વિધીથી પરણી ગયા
2019માં બલદેવ આહિરે એલિઝાબેથને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. થોડા દિવસો બાદ એલિઝાબેથ દ્વારા બલદેવની રિકવેસ્ટ સ્વીકારવમાં આવી હતી. અને બંનેએ મેસેન્જર પર વાતચીત શરૂ કરી હતી. બાદમાં આ વાતચીત દ્વારા તેઓ સારા મિત્ર બની ગયા હતા. અને બાદમાં બલદેવ અને એલિઝાબેથે એકબીજાને વોટ્સએપ નંબર શેર કર્યો અને વીડીયો કોલ પર વાત કરતાં હતા.છએક મહિનાઓ બાદ બલદેવે પોતાના દિલમાં રહેલી લાગણીઓ એલિઝાબેથને જણાવી હતી. જો કે, આ સમયે એલિઝાબેથે તરત બલદેવના પ્રપોઝલનો જવાબ આપ્યો ન હતો. પણ બલદેવની લાઈફસ્ટાઈલ, કલ્ચર અને તેને વધુ સારી રીતે જાણવા માટે એલિઝાબેથે થોડો સમય માગ્યો હતો. જો કે, બલદેવને સારી રીતે જાણી લીધા બાદ એલિઝાબેથે પણ બલદેવ સમક્ષ પ્રેમનો એકરાર કર્યો હતો. બાદમાં બલદેવ અને એલિઝાબેથે પોતાના પ્રેમ સંબંધની જાણ પરિવારને કરી હતી. બલદેવ અને એલિઝાબેથની એકમેકપ્રત્યેની લાગણી જોઈ પરિવારે લગ્ન માટે મંજૂરી આપી દીધી હતી. બલદેવ અને એલિઝાબેથે પ્રથમ રજિસ્ટર મેરેજ કર્યાં હતા. અને બાદમાં ભારત આવી ગીર ખાતે હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતા.
ફેસબુક થકી એકબીજાના પરિચયમાં આવેલા તાલાલા ગીર પંથકના યુવાનને પ્રથમ અમેરિકા સ્થિત યુવતી સાથે ફ્રેન્ડશિપ થયા પછી વર્ચ્યુઅલી વાતચીતોમાં બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં અને બાદમાં દાંપત્ય જીવનમાં પરિણમી છે. અમેરિકાની યુવતી એલિઝાબેથે ગીરના યુવકના પ્રેમમાં પડ્યા બાદ હિન્દુ વિધિ રિવાજ મુજબ લગ્ન કરવા તાજેતરમાં અહીં આવી હરખભેર હાથમાં મહેંદી રચી લગ્ન પણ કર્યા છે કહેવાય છે કે વિધિના લેખ કોઈ બદલી શકતું નથી, એમ ભગવાને ભાગ્યમાં લખેલો જીવનસાથી સાત સમંદર પાર હોય તોપણ કોઈને કોઈ રીતે એનો મિલાપ થઇ જ જાય છે. આ કહેવતને સાર્થક કરતો એક મિત્રતા પ્રેમમાં પરિણમી દાંપત્ય જીવન સુધી પહોંચ્યાનો છે.