ગુજરાતટોપ ન્યૂઝ

તરતા આવડતું હોય તો જ અહીંથી જજો, ડીસાનો ઓવરબ્રિજ ‘સ્વિમિંગ પુલ’માં ફેરવાયો!

Text To Speech

પાલનપુરઃ જો તમને તરતા આવડતું હોય તો જ અહીંથી પસાર થજો… કારણે અહીં જે દૃશ્યો દેખાઈ રહ્યા છે તે ડીસાના છે. ગુજરાતનો સૌથી લાંબો ઓવરબ્રિજ છે તે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો છે. ભારે વરસાદને કારણે ત્યાં પાણી ભરાઈ ગયા છે.

VIRAL VIDEO
VIRAL VIDEO

ડીસામાં પહેલા જ વરસાદમાં ગુજરાતનો સૌથી લાંબો ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જાણે સ્વિમિંગ પુલ જ જોઈ લો. ધોધમાર વરસાદને કારણે પુલ ઉપર પાણી ભરાઈ ગયા હતા અને સ્વિમિંગ પુલ જેવા દૃશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે, અંદાજે 222 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે.

OVERBRIDGE
OVERBRIDGE

પ્રથમ વરસાદમાં જ ગુજરાતના સૌથી લાંબા ઓવરબ્રિજની પોલ ખુલી ગઈ હતી. ક્યારેય ઓવરબ્રિજ ઉપર પાણી ભરાયું હોવાનું કદી સાંભળ્યું નહીં હોય, પરંતુ હવે તમે અહીં વીડિયોમાં પણ એ જોઈ શકશો. આ ઓવરબ્રિજની કામગીરીને  લઈને અગાઉ અનેક આશંકાઓ થઈ રહી હતી. જ્યારે ઓવરબ્રિજનું દેશના ગૃહમંત્રીએ એ ઇ-લોકાર્પણ કર્યું ત્યાર પછી આ ઓવરબ્રિજ ઉપર હજુ સુધી સ્ટ્રીટ લાઈટના કોઈ જ ઠેકાણા નથી.

એક વ્યક્તિએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો
અગાઉ વહેલી સવારે અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો હતો. હવે ચોમાસાની ઋતુમાં વરસાદ અને સ્ટ્રીટ લાઇટ વગર વાહન ચલાવવું વાહનચાલકો માટે ખૂબ જ જોખમી સાબિત થશે. ત્યારે સ્થાનિક નેતાઓ અને નેશનલ હાઇવે ઓથોરિટીએ વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ લાવવું પડશે. નહીં તો દિવસે ને દિવસે ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા વાહનચાલકોની હાલાકીમાં વધારો થતો રહેશે અને અકસ્માતની ઘટનાઓ પણ સર્જાય તો નવાઈ નહીં…!

ડીસમાં આવેલો ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ

આ ઓવરબ્રિજનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. તેને લઈને અનેક લોકોએ રમૂજી ટિપ્પણીઓ કરી હતી. એકે લખ્યું કે, પહેલા જ વરસાદમાં સૌથી લાંબો પુલ સ્વિમિંગ ‘પુલ’ બની ગયો. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું હતું કે, ‘कॉन्ट्रैक्टर्स चाहें तो पुल (fly over) को भी स्विमिंग पूल बना सकते हैं’. હાલ તો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

ટ્રાફિકનું ભારણ ઘટાડવા બનાવવામાં આવ્યો હતો બ્રિજ
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની મધ્યમાંથી નેશનલ હાઈવે નંબર 27 પસાર થાય છે. આ ગુજરાતના પોરબંદર અને આસામના સિલચરને જોડતો ઇસ્ટ-વેસ્ટ કોરિડોર છે. ડીસા શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે NHAI દ્વારા ફોર લેન એલિવેટેડ કોરિડોર પુલ બનાવવાનું આયોજન કરાયું હતું. ડીસા એલિવેટેડ કોરિડોરમાં ટ્રાફિક માટે 4 લેન ઉપર તેમજ 4 લેન નીચે તથા 2 લેનવાળા બંને તરફના સર્વિસ રોડનો સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો

દક્ષિણ ગુજરાતમાં મેઘસવારી; વલસાડમાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, પ્રિ-મોનસૂનની કામગીરીને લઈને લોકોમાં રોષ

રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી; રાજ્યભરમાં ચોમાસું જામશે

Back to top button