ગુજરાતના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજનું આવતીકાલે લોકાર્પણ
ગુજરાતમાં સૌથી લાંબા બ્રિજનું આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. વડોદરામાં 230 કરોડના ખર્ચે તૈયાર થયેલ 3.5 કિલોમીટરના બ્રીજને કાલે સીએમ લોકાર્પણ કરી ખુલ્લો મુકશે. વડોદરાના અટલ બ્રિજ તરીકે ઓળખાતો આ બ્રિજ વડોદરા શહેરના લોકોને નવા વર્ષની નવી સરકારની ભેટ છે.
આ પણ વાંચો: સ્વચ્છતાને લઈને ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ માટે જાહેર કરાઈ ગાઈડ લાઈન
સૌથી લાંબા બ્રીજનું લોકાર્પણ
આ ભેટ એટલે મનીષા ચોકડીથી ગેંડા સર્કલ સુધીના સાડા ત્રણ કિલોમીટર લાંબા બ્રીજનું લોકાર્પણ કરવામાં આવશે. 228 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે. 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે તત્કાલિન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરાના સૌથી લાંબા બ્રિજની જાહેરાત કરી હતી. જો કે, બાદમાં ફંડ અને અન્ય પરિબળોને કારણે બ્રિજની કામગીરી મંદ ગતિએ ચાલતી હતી.
કાલે સીએમ વડોદરાની મુલાકાતે
ત્યારે આવતી કાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 ડિસેમ્બરે વડોદરાના પ્રવાસે છે ત્યારે વડોદરામાં બનેલા રાજ્યના સૌથી લાંબા બ્રિજનું તોઓ લોકાર્પણ કરશે. વિગતો મુજબ આ બ્રિજ 3.5 કિલોમીટર સુધી છે. આ સાથે બ્રિજ પર ઈમરજન્સી એગ્ઝિટ માટે 2 સ્લાઇડિંગ પેનલ મુકવામાં આવી છે. જેથી જરૂર પડ્યે બ્રિજ પરની પેનલ ખોલી શકાશે.