નેશનલ

લોકસભામાં વર્ષ-2023-24 નું બજેટ માત્ર 12 મિનિટમાં થયું પસાર

Text To Speech

લોકસભાએ ગુરુવારે (23 માર્ચ) 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ માત્ર 12 મિનિટમાં કોઈપણ ચર્ચા વિના પસાર કરી દીધું. આ એવા સમયે થયું છે જ્યારે સંસદ વારંવાર સ્થગિત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : રાજ્યની 17 જેલમાંથી મળ્યા આટલાં મોબાઇલ અને ઘાતક સમાન, જાણો સંપૂર્ણ યાદી

બજેટ પસાર કરવાના બે નિષ્ફળ પ્રયાસો બાદ આખરે ગુરુવારે સાંજે 6 વાગ્યાની આસપાસ માત્ર 12 મિનિટમાં બજેટ પસાર થઈ ગયું હતું. સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષો દ્વારા સૂચવવામાં આવેલા સુધારાઓને મતદાન માટે મૂક્યા અને તેને અવાજ મત દ્વારા નકારી કાઢવામાં આવ્યા. આ પછી નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 2023-24 માટે અનુદાન માટેની માંગણીઓ અને સંબંધિત વિનિયોગ બિલ રજૂ કર્યા.

કેન્દ્રીય બજેટ - Humedekhengenews

મળતી માહિતી અનુસાર, સ્પીકરે મતદાન માટે તમામ મંત્રાલયોની અનુદાનની માંગણી મૂકી. આ સમયે વિપક્ષના સાંસદો વિરોધ કરી રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, પરંતુ વિવિધ મંત્રાલયોને અનુદાન પર કોઈ ચર્ચા કર્યા વિના માંગણીઓ પસાર કરવામાં આવી હતી. આ બિલો હવે રાજ્યસભામાં જશે, જ્યાં સાંસદો તેમની ચર્ચા કરી શકે છે પરંતુ તેમાં સુધારો કરી શકતા નથી. બજેટ સાથે સંબંધિત હજુ એક ઔપચારિકતા બાકી છે, જ્યાં સંસદે ફાઇનાન્સ બિલ પસાર કરવાનું છે, જેમાં નિર્મલા સીતારમણ દ્વારા કર નીતિમાં સૂચિત ફેરફારોનો સમાવેશ થાય છે.

બીજી તરફ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે સરકારના આ પગલાની ટીકા કરી છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું છે કે, “સંસદીય લોકશાહી દ્વારા આપવામાં આવેલો સૌથી ખરાબ સંદેશ ચર્ચા વગર બજેટને મંજૂર કરવાનો છે. 2023-24માં 45,03,097 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવશે અને જનપ્રતિનિધિઓ દ્વારા બજેટ પર તેમના મંતવ્યો રજૂ કર્યા વિના ‘જનતા’ માટે ખર્ચવામાં આવશે.

આ પણ વાંચો : રાહુલ ગાંધીના સીધા પ્રહાર, “હું સવાલ પૂછવાનું બંધ નહીં કરું, અદાણીની કંપનીમાં કોના 20 હજાર કરોડ ?”

આ અંગે તૃણમૂલ કોંગ્રેસે પણ સરકાર પર નિશાન સાધ્યું હતું. CPI(M)ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધ્યાનમાં લીધા વિના 45 લાખ કરોડ રૂપિયા ભારતીય લોકોના નામે ખર્ચવામાં આવશે. મોદીએ સંસદીય લોકશાહીની મજાક ઉડાવી છે.

Back to top button