ગુજરાત
વડગામની પ્રાથમિક શાળાના બે રૂમના તાળાં તૂટ્યા


પાલનપુર વડગામ બસ સ્ટેન્ડ નજીક અને પોલીસના કવાર્ટર વચ્ચે આવેલ પગાર પ્રાથમિક શાળાના ગત રાત્રે તાળા તૂટ્યા. શાળામાં આચાર્યની ઓફીસને નિશાન બનાવી હતી.
શાળાને બનાવી નિશાન
આ અંગે વડગામ પ્રાથમિક શાળા નંબર -1 ના આચાર્ય રઘુભાઈ જેગોડા એ જણાવેલ કે, સવારે શાળાના ટાઈમે હુ આવ્યો ત્યારે શાળાના બે રૂમના તાળાં તુટેલા હતા. ત્યારે અમે વડગામ પોલીસમાં જાણ કરી હતી. અને વડગામ પોલીસ દ્વારા શાળામાં આવીને તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસની હાજરીમાં શાળાના આચાર્યની ઓફીસનો રૂમ અને બાજુનો રૂમ ખોલતાં બે રૂમ માંથી કોઈ વસ્તુની ચોરી થઇ નથી.
ચોરને પડ્યો ધરમનો ધક્કો
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ચોરો દ્વારા ચાર મકાનને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેનો પણ ભેદ હજી સુધી ઉકલાયો નથી.ત્યારે વડગામ હાર્દસમા વિસ્તાર ચોરો ચોરીનો પ્રયાસ કરી પોલીસને જાણે ચેલેન્જ કરતા હોય તેવુ જણાઈ રહ્યું છે