નાના બાળકે કર્યું કંઈક એવું કે આનંદ મહિન્દ્રાને આવ્યું પસંદ, વીડિયો શેર કરી કહી આ મોટી વાત
- આનંદ મહિન્દ્રા તેના બિઝનેસ પર જેટલું ધ્યાન આપે છે, તેટલું જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આપે છે
HD ન્યૂઝ ડેસ્ક, 24 સપ્ટેમ્બર: ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાને દરેક વ્યક્તિ જાણતા જ હશે. આનંદ મહિન્દ્રા તેના બિઝનેસ પર જેટલું ધ્યાન આપે છે, તેટલું જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આપે છે. જ્યારે પણ તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કોઈ વીડિયો જુએ છે જે તેમના હૃદયને સ્પર્શે છે અથવા લોકોને પ્રોત્સાહિત કરવામાં મદદ કરી શકે છે, તેઓ ચોક્કસપણે તેને શેર કરે છે. હવે એક વીડિયો શેર કરતી વખતે તેમણે પોતાના મનની વાત પણ કરી છે. આ વીડિયોમાં તમે કંઈક એવું જોશો જે તમારા હૃદયને સ્પર્શી જશે અને તમને પ્રોત્સાહિત પણ કરશે.
અહીં જુઓ વાયરલ વીડિયો
You can lift burdens far greater than you think you can.
If he can do it… you can too#MondayMotivation pic.twitter.com/2NVWnM4JOm
— anand mahindra (@anandmahindra) September 23, 2024
આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કર્યો
આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલા વીડિયોમાં બાળકના માતા-પિતા તેને વજન ઉપાડવા માટે પ્રેરિત કરી રહ્યા છે અને બાળક પણ આ વજન ઉપાડવાનો પૂરો પ્રયાસ કરે છે. સ્પર્ધામાં જે રીતે સ્પર્ધક વજન ઉપાડે છે, તે જ રીતે બાળક પણ આ વજનને ઉપાડવાનો પ્રયાસ કરે છે અને અંતે તેને ઉપાડે છે. બાળકનો આ વીડિયો આનંદ મહિન્દ્રાના દિલને સ્પર્શી ગયો અને તેમણે તેને પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો.
આ વીડિયોને શેર કરતી વખતે આનંદ મહિન્દ્રાએ કેપ્શનમાં લખ્યું છે કે, “તમે વિચારો છો તેનાથી વધુ ભાર સહન કરી શકો છો. જો આ બાળક તે કરી શકે છે, તો તમે પણ કરી શકો છો.” અત્યાર સુધી આ વીડિયોને 6 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, “જેઓ પ્રયાસ કરે છે તેઓ ક્યારેય હારતા નથી.” અન્ય યુઝરે લખ્યું કે, “આ ખૂબ જ સુંદર છે, કાશ હું પણ આવું કરી શકું.” ત્રીજા યુઝરે લખ્યું કે, “તે ખૂબ જ નાની ઉંમરે વેઈટલિફ્ટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે.” અન્ય યુઝરે લખ્યું કે, “વાહ, શું બહાદુર બાળક છે.“
આ પણ જૂઓ: સાયકલ પર જઈ રહેલા વૃદ્ધના ચહેરા પર વ્યક્તિએ છાંટ્યો સ્પ્રે! પોલીસે કરી ધરપકડ, જૂઓ વીડિયો