ભાજપના જાહેર ઉમેદવારોમાં 14 બેઠક પર મહિલા ઉમેદવારોનો દબદબો!
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના ભાજપ ઉમેદવારોના નામની યાદી મોડી મોડી પણ આખરે જાહેર થઈ ગઈ છે. ત્યારે ભાજપે જાહેર કરેલ ઉમેદવારોની યાદીમાં 160 ઉમેદવારોના નામ છે જે 160માં 14 મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા રવિન્દ્ર જાડેજાને પણ જામનગરથી ટિકિટ આપવામાં આવી છે.
14 મહિલા ઉમેદવાર જેમને ટિકિટ મળી છે
ગાંધીધામથી- માલતીબેન કિશોરભાઈ મહેશ્વરી
વઢવાણ – જિગ્નાબેન સંજયભાઈ પંડ્યા
રાજકોટ પશ્ચિમથી- ડો. દર્શીતા પારસ શાહ
રાજકોટ ગ્રામિણ (અજા)- ભાનુબેન મનોહર ભાઈ બાબરીયા
ગોંડલ- ગીતાબેન જયરાજ જાડેજા
જામનગર – રિવાબા રવિન્દ્ર જાડેજા
નાંદોદ- દર્શના દેશમુખ
લિંબાયત- સંગીતાબેન પાટિલ
બાયડ- ભીખીબેન ગિરવંતસિંહ પરમાર
નરોડા- પાયલ મનોજકુમાર કુકરાણી
ઠક્કરબાપા નગર- કંચનબેન વિનુભાઈ રાદડિયા
અસારવા- દર્શનાબેન વાઘેલા
મોરવા હડફ(અજાજ)- નિમિશાબેન મનહરસિંહ સુથાર
વડોદરા- મનીષા રાજીવભાઈ વકીલ
આ પણ વાંચો:ભાજપના ક્યા ઉમેદવાર ક્યાંથી લડશે ચૂંટણી, જુઓ આખું લિસ્ટ
છેલ્લા 3 દિવસથી ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હી ખાતે ગયા હતા તે બાદ ગતરોજને મોડી રાતે ઉમેદવારોના નામની જાહેરાત થશેની ચર્ચા ચાલી હતી. પણ આજરોજ 160 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ મળતા આખરે જાહેર થયેલ તમામ ઉમેદવારોના નામ પર આખરી મહોર લાગી ગઈ છે.