ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IPL 2022માં સૌથી વધુ રન બનાવનારા બેટર્સનું લિસ્ટ, કોણ ‘ઓરેન્જ કેપ’ લઈ જશે તે જોવું રહ્યું!

Text To Speech

સ્પોર્ટ્સ ડેસ્કઃ IPLની 14 સિઝનમાં ઘણા બેટર્સનો દબદબો જોવા મળે છે. આઈપીએલની પ્રથમ સિઝનમાં શોન માર્શે સૌથી વધુ રન બનાવ્યા હતા. 2009માં મેથ્યુ હેડને તો 2010માં સચિન તેંડુલકરે આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2011 અને 12માં ક્રિસ ગેલ સૌથી વધુ રન બનાવનારો ખેલાડી હતો.

વર્ષ 2013માં માઈકલ હસીએ, 2014માં રોબિન ઉથપ્પા, 2015માં ડેવિડ વોર્નરે, વિરાટ કોહલીએ 2016માં સૌથી વધુ રન બનાવ્યા હતા. આ પછી વર્ષ 2017માં ડેવિડ વોર્નર, 2018માં કેન વિલિયમસન, 2019માં ડેવિડ વોર્નર, 2020માં કેએલ રાહુલ અને 2021માં ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ રન બનાવી ઓરેન્જ કેપ જીતી હતી.

હાલ જોસ બટલર આ રેસમાં સૌથી આગળ છે. તેણે 16 મેચમાં કુલ 824 રન સાથે ઓરેન્જ કેપ માટે દાવેદારી નોંધાવી છે. ત્યારબાદ કેએલ રાહુલ 616 રન અને ક્વિન્ટન ડી કોક 502 રન સાથે ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને છે.

ખેલાડી મેચ રન સ્ટ્રાઇક રેટ શતક/અર્ધશતક સૌથી વધુ સ્કોર
જોસ બટલર (RR) 16 824 151.47 4/4 116
કેએલ રાહુલ (એલએસજી) 15 616 135.38 4/2 103*
ક્વિન્ટન ડી કોક (LSG) 14 502 149.40 3/1 140*
ફાફ ડુ પ્લેસિસ (RCB) 16 468 127.52 3/0 96
શિખર ધવન (PBKS) 14 460 122.66 3/0 88*

આ સિવાય IPLના ઈતિહાસમાં વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા છે. તેના પછી બીજા સ્થાને શિખર ધવન, ત્રીજા સ્થાને રોહિત શર્મા અને ચોથા સ્થાને સુરેશ રૈના જેવા ખેલાડીઓ છે. આઈપીએલની આ સિઝન ઘણા બેટર્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહી છે અને તેમની નજર સૌથી વધુ રન બનાવતા ઓરેન્જ કેપ જીતવા પર હશે.

Back to top button