યુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

તમારા ઘરનું લાઈટ બીલ થઈ જશે અડધું, બસ રૂમમાં લગાવી દો આ નાનકડું મશીન

Text To Speech

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે. જેના કારણે ગરમીથી બચવા લોકો પંખા-કુલર અને ACનો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે લાઈટ બિલ પણ ખૂબ વધારે આવતું હોય છે. ત્યારે જો તમે તમારા ઘરનું લાઈટ બિલ ઓછું કરવા માંગો છો તો અમે તમને એક એવા ડિવાઈસ વિશે માહિતી આપીશું જેને લગાવવાથી તમારા ઘરનું લાઈટબિલ ખૂબ ઓછું આવશે.

જો તમે તમારા ઘરનું લાઈટ બિલ ઓછું કરવા માંગો છો તો લાવો આ ડિવાઈસ

આજના સમયમાં વિજળીની બિલની ચિંતા કોને નથી હોતી, ખાસ કરીને ગરમીની સિઝનમાં વિજળીનો ઉપયોગ ખૂબ વધી જતો હોય છે.આજના સમયમાં એસી, કુલર વગર કાળઝાળ ગરમીમાં જીવવું અઘરુ થઈ જતું હોય છે. આ જ કારણ છે કે કેટલાક ઘરોમાં એસી વધુ તાપમાને ચલાવવામાં આવે છે, જેથી કોમ્પ્રેસર વારંવાર બંધ થતું રહે છે અને આ દરમિયાન પાવરનો વપરાશ થતો નથી. દરેક વ્યક્તિ શક્ય તેટલી વીજળી બચાવવા માંગે છે. ત્યારે જો તમારા ઘરમાં પણ ઇલેક્ટ્રિસિટીનું બિલ દિવસેને દિવસે વધી રહ્યું હોય તો તમે તેને કંટ્રોલ પણ કરી શકો છો. આજે અમને તમને બિજળી બચાવવા માટેના એક ખાસ ડિવાઈસ વિશે જણાવીશું જે તમારુ વિજળીના બિલનું ટેન્સન દૂર કરી દેશે.

ઇલેક્ટ્રિક સેવર ડિવાઈસ-humdekhengenews

ઇલેક્ટ્રિક સેવર ઉપકરણની મદદથી ઓછું થશે લાઈટ બિલ

આજે અમે તમને જે ઉપકરણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનું ઉપકરણનું નામ ઇલેક્ટ્રિક સેવર ઉપકરણ છે. તેને વીજળી બચાવવાનું ઉપકરણ કહેવામાં આવ્યું છે, અને તેના વર્ણનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેનો ઉપયોગ રહેણાંક અને વ્યવસાયિક બંને હેતુઓ માટે થઈ શકે છે. ખાસ વાત એ છે કે તે મેડ ઇન ઇન્ડિયા ડિવાઇસ છે. અને ગ્રાહકો તેને એમેઝોન પરથી સરળતાથી ખરીદી શકે છે. જેની કિંમત માત્ર રુ. 809 રુપિયા છે.

ડિવાઈસનો ઉપયોગ કરવો પણ સરળ

આ ડિવાઈસનો ઉપયોગ કરવો પણ ખૂબ સરળ છે. આ ઉપકરણ ફક્ત તમારા ઘરના પાવર સ્ત્રોત સાથે જોડાયેલ હોવું જરૂરી છે.જ્યારે તમે તમારા ઘરના પાવર સ્ત્રોતમાં ઉપકરણને ફિટ કરો છો, તે પછી તમારે કંઈપણ કરવાની જરૂર રહેતી નથી. હાલ મોટી સંખ્યામા લોકો આ ડિવાઈસનો ઉપયોગ કરી રહ્યા છે. આ ડિવાઈસને લઈને કંપનીનો દાવો છે કે તેને ઘરમાં લગાવવાથી વીજળીનું બિલ લગભગ 45 ટકા ઓછું થઈ જશે. તમે તેને એમેઝોન પરથી ખરીદી શકો છો.જેથી તમે તેને તમારા ઘરમાં લગાવીને લાઈટ બિલ બચાવી શકો છો.

 આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છમાં હવાઈ નિરીક્ષણ કર્યું, અસરગ્રસ્તોની લીધી મુલાકાત

Back to top button