ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

આ નેતાએ કેજરીવાલને સરખાવ્યા “હાથમાં અસ્ત્રાવાળા વાંદરા” સાથે, જાણો કઇ કહાવત ટાંકી ?

Text To Speech

ભારતનાં તમામ રાજકીય પક્ષો પાસે બોલવામાં મારફાડ અને ઉભો આંકવાળી દે તેવા નેતા છે. ભાજપ, કોંગ્રેસ, આપ, જેડીયુ, ટીએમસી કે પછી ગમે તે પક્ષ હોય બેફામ બોલવા વાળા નેતાઓ વારંવાર પોતાના વચનોને કારણે ચર્ચામાં રહેતા જ હોય છે. અલબત્ત એ વાત અલગ છે કે, ક્યારેક વાત સાચી હોય અને કયારે તે વાતનું વતેસર પણ કરી નાખે, પરંતુ આવા નેતાઓ માટે કહી શકાય કે બોલવુ તે તેમનો જન્મ સીધ હક છે.

આવા જ એક મારફાડ નેતા ભાજપમાં પણ છે અને ફરી એક વખત પોતાની વાત કહેવાનાં અંદાજના કારણે સુરખીઓમાં છે. જી હા, વાત કરવામાં આવી રહી છે મધ્યપ્રદેશનાં ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયની. વિજ્યવર્ગીય નામ સાંભળતા જ ઘણા બધા લોકોને તેના પૂર્વના અનેક વિધાનો યાદ આવી જ ગયા હશે, પરંતુ હાલમાં વિજયવર્ગીય દ્વારા દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને આડે હાથ લેતા, તેમને હાથમાં અસ્ત્રો હોય તેવા વાંદરા સાથે સરખાવી નાખ્યા છે. તમે જ સાંભળો શું કહ્યું કૈલાશ વિજ્યવર્ગીયે કેજરીવાલ વિશે……

જી હા, વિજયવર્ગીયનો વાત રજૂ કરવાનો અંદાજ વિચીત્ર હોઇ શકે છે, પરંતુ વાંદરા વિશેની આવી કહાવત ગુજરાતમાં પણ છે જ ને. હકીકતમાં વિજ્યવર્ગીય દ્વારા તિજેન્દ્ર પાલ સિંહ બગ્ગા મામલે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર અને આપના સુપ્રીમો કેજરીવાલ સામેની નારાજગી આ નિવેદનમાં અલંકારીક ભાષામાં સાંભળવા મળી રહી છે.

Back to top button