ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : LCBની ટીમે ડીસાના માલગઢમાંથી રૂ. 1,63,100 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા સાત શખ્સોને ઝડપ્યા

Text To Speech

બનાસકાંઠા 14 ઓગસ્ટ 2024 : ડીસા તાલુકાના માલગઢ ગામે શ્રાવણીયો જુગાર રમવા એકત્ર થયેલા સ્થળ પર બનાસકાંઠા એલસીબી પોલીસે રેડ કરી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઇ વી. જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.બી.રાજગોર તેમજ એલસીબી સ્ટાફના નરેશભાઈ, મુકેશભાઈ, કાનસિંહ, જોરાવરસિંહ સહિતની ટીમ સાથે મંગળવારે મોડી રાત્રે ડીસામાં પેટ્રોલિંગમાં દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલ વૈષ્ણોદેવી કોલ્ડ સ્ટોરેજની પાછળના ભાગે ઓચિંતી રેડ કરી હતી.જેમાં કોલ્ડ સ્ટોરેજના પાછળના ભાગે આવેલ ડાહ્યાભાઈ ચમનાભાઈ માળીના ખેતરે બનાવેલ રહેણાંક ઘરની આગળના ભાગે લાઈટના અજવાળે ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હતા. પોલીસે જુગાર રમતા સાત શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે જુગારનું સાહિત્ય, રોકડ રકમ, મોબાઈલ, બાઈક સહિત કુલ મળી કુલ ૧,૬૩,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસે તમામ સામે જુગાર ધારા એક્ટ મુજબનો ગુનો નોંધ્યો છે.

ઝડપાયેલ જુગારી

(૧) દિનેશભાઈ કરશનભાઈ માળી રહેવાસી એન.આર.પાર્ક, ડીસા

(૨) અશોકભાઈ રમેશભાઈ માળી રહેવાસી માલગઢ, તા.ડીસા

(૩) રસીકભાઈ અશોકભાઈ માળી રહેવાસી વડાવળ, તા.ડીસા

(૪) કલ્પેશભાઈ દેવજીભાઈ માળી રહેવાસી માલગઢ, તા.ડીસા

(૫) અનિલભાઈ કેશાભાઈ માળી રહેવાસી વડાવળ, તા.ડીસા

(૬) વિરેશભાઈ પ્રહલાદભાઈ માળી રહેવાસી માલગઢ, તા. ડીસા

(૭) વસંતકુમાર કુંદનભાઈ પઢિયાર (માળી) રહેવાસી માલગઢ, તા.ડીસા

વોન્ટેડ આરોપી

(૧) ડાહ્યાભાઈ ચમનાભાઈ માળી રહેવાસી માલગઢ તા.ડીસા

આ પણ વાંચો : ગુજરાત: રક્ષાબંધનના પર્વને લઈને GSRTCનુ આગવું આયોજન

Back to top button