ગુજરાતટોપ ન્યૂઝ

સુરતમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે વેપારી પાસેથી રૂ.5 લાખની ખંડણી માગી

Text To Speech

સુરતમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ થઈ સક્રિય થઇ છે. અગાઉ પણ સુરતમાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના માણસો પકડાઇ ચુક્યા છે. તેમજ વેપારી પાસેથી રૂ. 5 લાખની ખંડણી માગી 24 કલાકમાં વેપારીના મર્ડરની ધમકી આપી છે. ત્યારે વરાછાના વેપારીને મારી નાખવાની ઘમકી આપતા વોટ્સએપ કોલના આધારે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: લો બોલો, નકલી પીએમઓ અધિકારી ઠગ કિરણ પટેલની ‘સ્પેશિયલ 26’ જેવી ટીમ પણ

ફોન બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ

શહેરના વરાછા વિસ્તારમાં એક વેપારીને આવેલા ફોન બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વેપારીને મારી નાખવાની ઘમકી આપી ખંડણી માંગવામાં આવતા વેપારી આલમમાં ડરનો માહોલ છવાયો છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, આ ફોન કરનારની ઓળખ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના માણસ તરીકે થઈ છે. વોટ્સએપ કોલ કરી લોરેન્સ બિશ્નોઈગ્રુપના સુખા સોપુ હોવાની ઓળખ આપી ઘમકી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં ખોટા બિલો બનાવી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના કિસ્સામાં વધારો 

વરાછા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

વરાછા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના નામે વરાછાના વેપારીને વોટ્સએપ પર કોલ કરી 5 લાખની ખંડણી મંગાતા ચકચાર મચી ગઇ છે. વરાછા, ખોડિયાર નગર રોડ ખાતે રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા કેતનભાઇ રમેશભાઇ ચૌહાણ (ઉ.વ.29, મુળ પાલિતાણા, ભાવનગર) ઓનલાઇન સાડી-કપડાંનુ વેચાણ કરે છે. ગત તા.16મી માર્ચે રત્રિના 11 વાગ્યે તેઓ ઘરે હાજર હતા ત્યારે 11-11 વાગ્યે તેમના મોબાઇલ પરથી અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે લોરેન્સ બિશ્નોઇ ગ્રુપ સે સુખા સોપુ બોલ રહા હું એવું કહ્યું હતુ. કેતનભાઇએ કોણ લોરેન્સ બિશ્નોઇ એવો વળતો સવાલ કર્યો તો તે યુવકે અભી સિદ્ધુ મુસેવાલા કા મર્ડર કિયા હૈ ન વો લોરેન્સ બિશ્નોઇ એવું કહીં 5 લાખ રૂપિયે ચહીયે વરના 24 ઘંટે મેં તેરા મર્ડર હોય જાયેગા એવી ધમકી આપી હતી.

Back to top button