પોતાના ભાઈને ન્યાય મળે તે માટે આ દિવંગત એક્ટરની બહેને શરુ કર્યું ઓનલાઈન અભિયાન
- સુશાંત સિંહ રાજપૂત 20 જૂન 2020માં પોતાના મુંબઈના એપાર્ટમેન્ટમાં મૃત જોવા મળ્યો હતો.
- SSRના મૃત્યુ કેસની હાલમાં ચાલી રહી છે તપાસ
- SSRના મૃત્યુના 4 વર્ષ પુરા થતા તેની બહેને ન્યાય માટે શરુ કર્યું ઓેનલાઈન કેમ્પેઈન
મુંબઈ, 28 એપ્રિલ: સુશાંત સિંહ રાજપૂત (SSR)ની બહેન શ્વેતા સિંહ કિર્તીએ પોતાના ભાઈના નિધન પછી ઘણી વાર ન્યાય માટે અલગ-અલગ રસ્તાઓ અપનાવ્યા છે. હવે હાલમાં આ એક્ટરની બહેને ન્યાય માટે એક ઓનલાઈન કેમ્પેઈન શરુ કર્યું છે, જેના કારણે સોશિયલ મીડિયા પર લોકોની વચ્ચે ચર્ચાઓ થઈ રહી છે. 14 જૂન, 2020એ સુશાંતસિંહ રાજપૂત દુનિયાને અલવિદા કહી દીધું હતું. તે પોતાના મુંબઈ એપાર્ટમેમાં મૃત હાલતમાં જોવા મળ્યો હતો. પણ કેટલાક લોકોનું કહેવું છે કે સુશાંતનું મોતનું કારણ આત્મહત્યા નહોતું માટે તેની તપાસ થવી જોઈએ. જ્યારે તેની બહેને દર વખતની જેમ એક વાર ફરીથી CBI અધિકારીઓ પાસે અભિનેતાના મૃ્ત્યુનું સત્ય બહાર લાવવાની માંગ કરી છે.
સુશાંતની બહેનનું ઓનલાઈન કેમ્પેઈન
સુશાંતની બહેન શ્વેતા સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘#Nyay4SSRJanAndolan’ ની જાહેરાત કરી છે. આ ઓનલાઈન કેમ્પેઈનનો ભાગ બનવા માટે, શ્વેતાએ દરેકને તેમના કાંડા અથવા કપાળ પર લાલ કપડું બાંધીને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવા કહ્યું છે અને તપાસ એજન્સીઓને દિવંગત અભિનેતાને ન્યાય મળે તેવી માંગ કરી છે. તેમજ SSRની બહેને પણ CBIને તપાસ ઝડપી કરવા અને સત્ય બહાર લાવવાની માંગ કરી છે.
View this post on Instagram
સુશાંત સિંહ રાજપૂતની બહેને ન્યાય માટે કરી માંગ
દીવંગત એક્ટરની બહેન શ્વેતા સિંહ કિર્તિએ તેના સાેશિયલ મીડિયા હેન્ડલ એકાઉન્ટ પર માહિતી આપતા જણાવ્યું હતું કે, લગભગ 45 દિવસમાં મારા ભાઈ સુશાંતના મૃત્યુને 4 વર્ષ પૂરા થશે. હું CBIને આ કેસમાં ઝડપી તપાસ કરવા અને સત્ય જાહેર કરવા અપીલ કરું છું, ચાલો આપણે એક થઈએ અને આપણા કાંડા કે કપાળ પર લાલ કપડું બાંધીએ અને #Nyay4SSRJanAndolan ને ટેગ કરીને અભિયાનનો ભાગ બનીએ.’તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ શેર કરતા શ્વેતા સિંહ કીર્તિએ લખ્યું, ‘
આ પણ વાંચો: મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી, એક્ટર સાહિલ ખાનની ધરપકડ