વડોદરા, 19 જાન્યુઆરી 2024, શહેરમાં હરણી તળાવમાં બનેલી ગોઝારી ઘટનાથી હાહાકાર મચી જવા પામ્યો છે. એક બાદ એક નાના ભૂલકાંઓના મૃતદેહ જોઈને લોકોમાં આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તેવી ચર્ચાઓ છે. ત્યારે આ ઘટનામાં મૃત્યુ પામેલી બાળકીનો અંતિમ વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. મૃતક સકીના તેના મિત્ર સાથેના અંતિમ વીડિયોમાં કહેતાં સંભળાઇ રહી છે કે આજ તો મજા આને વાલી હૈ. પણ તેને ક્યાં ખબર હતી કે, આ વીડિયો તેનો અંતિમ વીડિયો બની જશે.
View this post on Instagram
સકીનાનું આ ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ થયું છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલ મેમણ કોલોનીમાં રહેતી સકીનાનું આ ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. બંને બહેનો આ પિકનિકમાં સાથે હતી. જેમાં સકીનાનું મૃત્યુ થયું છે જ્યારે તેની ઇજાગ્રસ્ત બહેન સોફિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સકીનાના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે સવારે 7.30 વાગ્યે તે પિકનિકમાં ગઇ હતી. સાંજે ઘટના બની ત્યારબાદ મને તો મૃતદેહ જ હોસ્પિટલમાં મળ્યો. સમગ્ર ઘટનામાં શાળા જ જવાબદાર છે. અમને સરકાર પર ભરોસો છે કે અમને ન્યાય મળશે. હું ભાડાના મકાનમાં રહું છું રિક્ષા ચલાવીને દીકરીઓને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવું છું.
સકીના ધો-3માં અભ્યાસ કરતી હતી
મૃતક સકીના સિનિયર કેજીથી જ તે શાળામાં ભણતી હતી. તે બહુ જ મહેનતુ અને ભણવામાં હોશિયાર હતી.સકીના ધો-3માં અભ્યાસ કરતી હતી અને ઇજાગ્રસ્ત સોફિયા ધો-6માં અભ્યાસ કરે છે. બીજી તરફ વડોદરા શહેરના વાડી વિસ્તારની 9 વર્ષીય મૃતક અલીશાબાનુ મહંમદ ઉંમર કોઠારીવાલાનો અંતિમ વીડિયો ચર્ચામાં છે. જેમાં તે ‘સારે જહા સે અચ્છા હિંદુસ્તાન હમારા’ના મ્યુઝિક પર તિરંગો ફરકાવતી દેખાય છે. આ વીડિયો તેના પિતા ઉંમરભાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં અલીશાનો દેશપ્રેમ જોવા મળે છે.
આ પણ વાચોઃવડોદરા બોટ દુર્ઘટનાઃ બચી ગયેલા માસુમ બાળકે જણાવી રૂંવાડા ખડા કરી દેતી આપવીતી