લાઈફસ્ટાઈલ

ગ્રહણ દરમિયાન કેમ ભોજન ન કરવુ જોઈએ?, શું છે તેની પાછળનું કારણ

Text To Speech

વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ 8 નવેમ્બરે થવાનું છે. ચંદ્રગ્રહણનો અર્થ છે કે ચંદ્રનો પ્રકાશ થોડા સમય માટે પૃથ્વી પર નહીં પહોંચે. આવું એટલા માટે થાય છે કારણ કે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે, જેથી સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચતો નથી અને તેના પર કાળો પડછાયો બને છે.

જો કે, ચંદ્રગ્રહણને સૂર્યગ્રહણ જેટલું નુકસાનકારક માનવામાં આવતું નથી. પરંતુ ચંદ્રગ્રહણને લઈને લોકોમાં ઘણી અંધશ્રદ્ધા છે. એવું માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન ખાવું કે સૂવું ન જોઈએ. આનું કારણ જાણવા માટે અમે આયુર્વેદ નિષ્ણાત ડૉ શરદ કુલકર્ણી સાથે વાત કરી અને જાણ્યું કે શું ખરેખર ચંદ્રગ્રહણ દરમિયાન આ વસ્તુઓ ટાળવી જોઈએ.

mooneclips-hum dekhenge news
વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ 8 નવેમ્બરે

આ પણ વાંચો:આવતીકાલે ચંદ્ર ગ્રહણના કારણે ગુજરાતનું આ મંદિર રહશે બંધ, તેમજ આ મંદિરના સમયમાં ફેરફાર

ચંદ્રગ્રહણની શરીર પર શું અસર થાય છે

વિશેષજ્ઞોનું કહેવું છે કે આયુર્વેદમાં ખાસ કરીને ચંદ્રગ્રહણ વિશે કંઈ ખાસ કહેવામાં આવ્યું નથી. પરંતુ ગ્રહણનો ઉલ્લેખ ચોક્કસપણે છે. આ મુજબ ગ્રહણ દરમિયાન પર્યાવરણનું વાતાવરણ પ્રદૂષિત થાય છે. અને માનવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન ઘણા બેક્ટેરિયા વાતાવરણમાં હોય છે અને તે શરીર પર આવીને ચોટી જાય છે. આવી સ્થિતિમાં કંઈપણ ખાતા પહેલાં સ્નાન કરવું જરૂરી છે. આ બેક્ટેરિયા સ્નાન કરવાથી શરીરથી દૂર થાય છે. આવી સ્થિતિમાં, શ્વાસ દ્વારા શરીરમાં ઘણા પ્રકારના સૂક્ષ્મજીવાણુઓ પ્રવેશવાનું જોખમ પણ છે.

food- hum dekhenge news
ગ્રહણ દરમિયાન કેમ ભોજન ન કરવુ જોઈએ

ચંદ્રગ્રહણ દરમિયાન કેમ કઈ ખાવું ન જોઈએ

નિષ્ણાંતોનું કહેવું છે કે ગ્રહણ દરમિયાન વાતાવરણ દૂષિત થવાને કારણે તેમજ ચંદ્રગ્રહણ દરમિયાન કેટલાક હાનિકારક રેડિયેશન વાતાવરણમાં ભળીને પૃથ્વી પર પહોંચે છે. ગ્રહણના સમયે, આ રેડિયેશન ખોરાકમાં ઝડપથી ફેલાય છે અને ઘણા રોગોનું કારણ બની શકે છે. તેથી જ ગ્રહણ દરમિયાન કંઈપણ ખાવાનું ટાળવાનું કહેવાય છે. રસોઈ અને ખાવાના કારણે પાચનક્રિયા બગડવાનું જોખમ રહેલું છે. આ સિવાય મેટાબોલિઝમ પર પણ અસર થઈ શકે છે.

Back to top button