ગુજરાતમાં અહીં બનશે સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, વન વિભાગે આપી મંજૂરી
બનાસકાંઠા, 20 ઓકટોબર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનશે. વાસ્તવમાં બનાસકાંઠાના ડીસામાં રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનવાનું છે. જેને લઈ વન વિભાગે ડીસામાં પ્રાણી સંગ્રહાલય બનાવવા મંજૂરી આપી છે. 450 વીઘા જમીનમાં 300 કરોડના ખર્ચે સફારી અને પ્રાણી સંગ્રહાલય બનશે. નડાબેટથી અંબાજીની ટુરિઝમ સર્કિટમાં ડીસા Zoological Parkનો સમાવેશ કરાશે.
ગુજરાતમાં આ પ્રકારના વિકાસ કાર્યો સારી રીતે આગળ વધી રહ્યા છે, અને તેમાં “મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ” અને હવે ડીસામાં બનનાર પ્રાણી સંગ્રહાલય ખૂબ જ મહત્ત્વના અને મુખ્ય આકર્ષણો બની રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં ડીસા શહેરમાં રાજ્યનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવવામાં આવી રહ્યું છે, અને આ પ્રોજેક્ટના માધ્યમથી તે વિસ્તારની ટુરિઝમ સર્કિટમાં એક મોટો ઉમેરો થશે. વિશ્વ કક્ષાનું પ્રાણી સંગ્રહાલય અને સફારી ઉત્તર ગુજરાતના ડીસામાં તૈયાર કરવામાં આવશે. આ પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે વન વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 450 વીઘામાં બનનાર વિશ્વ કક્ષાનું પ્રાણી સંગ્રહાલય અને સફારીને લઈ કવાયત શરૂ કરાઇ છે.
પ્રાણી સંગ્રહાલયને મંજૂરી મળતા બનાસકાંઠાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાનો અત્યારે સારો એવો વિકાસ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, બનાસકાંઠાના ડીસાને રાજ્ય સરકારની મોટી ભેટ મળી રહીં છે. અંદાજિત 300 કરોડના ખર્ચે રાજ્યનું સૌથી મોટું અને ઉત્તર ગુજરાતનું પહેલું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. મળતી જાણકારી પ્રમાણે વન વિભાગ દ્વારા પ્રાણી સંગ્રહાલય માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. અંબાજીથી લઈને જેસોર રિંછ અભ્યારણથી છેક નડાબેટ બોર્ડરનો વિકાસ થવા જઈ રહ્યો છે.
આ અગાઉ ધારાસભ્ય પ્રવીણ માળીએ સરકારને રજૂઆત કરી હતી. આ તરફ હવે PM મોદીના માર્ગદર્શનમાં અને ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉત્તર ગુજરાતને નવી ભેટ મળી છે. આ અગાઉ પણ ધારાસભ્ય પ્રવીણ માળીએ સરકારમાં પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
આ પણ વાંચો…મીડિયાની સામે ઉર્ફીએ માનુષી છિલ્લરને કહ્યું, ‘I HATE YOU’ હગ કરવાથી ઈનકાર કર્યોં