જુઓ વીડિયો : જંગલના રાજા ટોળા સાથે આવી ગયા ગામના રસ્તા પર, પછી શું થયા લોકોના હાલ
સૌરાષ્ટ્ર સિંહોની ભૂમિ બની રહી છે. એક તરફ સિંહોની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે જંગલનો રાજા જાહેર રસ્તા પર ટોળે-ટોળા બહાર નીકળીને ફરતો જોવા મળી રહ્યો છે. હાલમાં અમરેલીના રામપરા ગામનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક સાથે 8 સિંહો ગામના રસ્તા પર લટાર મારતાં જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આઠ સિંહ એક સાથે બિનદાસ્ત થઈને પોતાની જ મસ્તીમાં ગામના રસ્તા પર ફરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો રામપરા ગામના રહેણાંક વિસ્તારોમાં સિંહો દીવાલો ઉપર છલાંગ મારી ભાગદોડ કરતા નજરે પડે છે. સિંહોનો અહીં આસપાસ વસવાટ હોવાના કારણે તેઓ શિકાર અને પાણીની શોધમાં આવી જાય છે. જોકે આ રીતે સિંહોના પ્રવેશથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે.
છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં સિંહોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે વનવિભાગ તરફથી સતત આ મામલે નોંધણી કરવાથી લઈ રાત્રિના સમય દરમિયાન રહેણાંક વિસ્તારોમાં સિંહ નહીં આવે તેના માટે પેટ્રોલિંગ પણ કરી રહ્યું છે. તેમ છતાં સિંહના ટોળા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશી જતા હોવાના કારણે લોકોમાં નારજગી સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : સરકારના MP-MLA સામે 48 કેસ, હાર્દિક પટેલ પર સૌથી વધુ
ખાસ વાત એ છેકે અમેરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આ પ્રકાના સિંહોની અવરજવર વારંવાર જોવા મળતી હોય છે. થોડાં દિવસ અગાઉ પણ આ પ્રમાણે સિંહો જાહેરમાં ફરતાં જોવા મળ્યા હતા. જેના અંગે વનવિભાગને માહિતી પણ આપવામાં આવી છે. તેમજ સિંહો દ્વારા ત્રાડ પાડવાની ઘટનાથી લોકો ડરી ગયા છે.