મનોરંજન

‘The Kerala Story’એ દર્શકોના જીત્યા દિલ, અદા શર્માની એક્ટિંગના વખાણ

વિવાદો વચ્ચે ‘The Kerala Story’ ફાઈનલી રિલીઝ થઈ છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થતાની સાથે જ તે રાજકીય ગૂંચમાં ફસાઈ ગઈ છે. ઘણા રાજકીય પક્ષોએ આ ફિલ્મને લઈને અનેક વાંધાઓ વ્યક્ત કર્યા હતા. બીજી તરફ, જ્યારે નિર્માતાઓએ ફિલ્મને સત્ય ઘટના પર આધારિત હોવાનું જણાવ્યું ત્યારે મામલો વધુ ગરમાયો. આ પછી તેના પર પ્રતિબંધ મૂકવાની અરજી પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજીઓ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો.

આ બધા વિવાદ વચ્ચે સેન્સર બોર્ડે ફિલ્મને A સર્ટિફિકેટ આપ્યું હતું અને તેના 10 દ્રશ્યો પર કાતર ફેરવી હતી. હાલમાં આ ફિલ્મ રીલિઝ થઈ ગઈ છે અને રિવ્યુ પણ શેર કરવામાં આવી રહ્યો છે. આવો જાણીએ કે વિવાદોમાં ઘેરાયેલી આ ફિલ્મ દર્શકોને કેવી લાગી?

‘The Kerala Story’ ફિલ્મની સ્ટોરી શું છે?

‘The Kerala Story’માં 3 મહિલાઓની વાર્તા કહેવામાં આવી છે જેનું બ્રેઈનવોશ કરીને ધર્માંતરણ કરવામાં આવે છે અને પછી જેહાદ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ફિલ્મને લઈને સતત વિવાદો પછી લોકોમાં ઉત્સુક્તા વધી ગઈ છે. ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોનારા લોકોએ ફિલ્મનો રિવ્યુ પણ શેર કર્યો છે. એક યુઝરે લખ્યું કે, “જનતાને પણ સત્ય જાણવા દો. દરેક વખતે કડવા સત્ય તરફ આંખ આડા કાન કરીને તમને મૂર્ખ ન બનાવી શકાય.”

જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, “નિશ્ચિતપણે મારી મહેનતની કમાણી ‘The Kerala Story’ જોવા પાછળ ખર્ચીશ. વિવાદનો અર્થ એ હોવો જોઈએ કે તે યોગ્ય લોકોને ગુસ્સે કરે છે. મારો મતલબ ડાબેરીઓ છે.”

અન્ય એક યુઝરે લખ્યું, “‘The Kerala Story’ જે સત્ય ઘટનાઓ પર આધારિત છે તેના સ્ક્રીનીંગનો ભાગ બનવું એ મારા માટે વિશેષાધિકાર છે… હું દરેક ભારતીયને આ ફિલ્મ જોવા અને જાગૃતિ ફેલાવવાની ભલામણ કરું છું. આભાર વિપુલ શાહજી અને સુદીપ્તો સેનજી આવી બોલ્ડ ફિલ્મ બનાવવા બદલ.”

જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, “માત્ર કેરળનું જ નહીં, આપણા સમાજનું કાળું સત્ય છે! ફિલ્મ જોવી જ જોઈએ…”

જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, “હમણાં જ ‘The Kerala Story’ જોઈ. ફિલ્મ “‘The Kerala Story'” કોઈ પ્રચાર નથી. તે વાસ્તવિક વાર્તા પર આધારિત છે. ઘણા અખબારો, અહેવાલો, અદાલતોએ તેનો સ્વીકાર કર્યો છે.

‘The Kerala Story’ની સ્ટાર કાસ્ટ

સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત અને વિપુલ અમૃતલાલ શાહ દ્વારા નિર્મિત ‘The Kerala Story’માં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની મુખ્ય ભૂમિકામાં છે.’ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો છે.

Back to top button