‘ધ કેરલા સ્ટોરી’ પશ્ચિમ બંગાળમાં થશે રિલીઝ, સુપ્રીમ કોર્ટે હટાવ્યો પ્રતિબંધ
પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર દ્વારા કેરળ સ્ટોરી પર પ્રતિબંધ લાદવામાં આવેલો હતો.આ મામલે સુનાવણી કરતા CJIએ કહ્યું કે અમે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા 8 મેના રોજ ફિલ્મ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવી રહ્યા છીએ. ઘણા વિવાદોથી ઘેરાયેલી કેરળ સ્ટોરી પર પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધ આજે સુપ્રીમ કોર્ટે હટાવી લીધો છે.
બોલિવૂડની વિવાદીત ફિલ્મ ધ કેરળ સ્ટોરીને લઈને દેશભરમાં હંગામાનો માહોલ છે. આ ફિલ્મ પર ઘણા રાજ્યોએ પ્રોપગેન્ડાનો આરોપ લગાવતા રોક લગાવી દીધી હતી. જેમાંથી પશ્ચિમ બંગાળ પણ એક છે. હવે આના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે.ફિલ્મ ધ કેરળ સ્ટોરી વિવાદ સાથે તેની કહાની લઈને ચર્ચામાં છે. આ ફિલ્મની રિલીઝ પર ઘણા રાજ્યોએ વાંઘો ઉઠાવતા પ્રતિબંધ મૂકયો હતો. આ પ્રતિબંધ બાદ નિર્માતાઓ સુપ્રીમ કોર્ટ ગયા હતા. જે બાદ હવે મમતા સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે.સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારના 8 મેના આદેશ પર રોક લગાવી દીધી છે. આ આદેશમાં મમતા સરકારે ફિલ્મ ધ કેરળ સ્ટોરીને સિનેમાઘરોમાં રિલીઝ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ગુરૂવારે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. અહીં તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં કેરળમાં મહિલાઓને લવ જેહાદમાં ધકેલવામાં આવી રહી હોવાની વાતને દર્શાવવામાં આવી છે. ફિલ્મની વાર્તાને લઈને મોટો વિવાદ થયો છે અને વિપક્ષો પણ પ્રોપગેન્ડા ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે.
આ પણ વાંચો : ‘ધ કેરળ સ્ટોરી’ની અભિનેત્રીને નડ્યો અકસ્માત, અભિનેત્રીએ કર્યુ ટ્વીટ