નેશનલમનોરંજન

‘ધ કેરળ સ્ટોરી’ મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી,  CM શિવરાજે કહ્યું- “નાપાક ષડયંત્રનો પર્દાફાશ કરતી ફિલ્મ”

મધ્યપ્રદેશ સરકારે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરી છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે આ ફિલ્મ જેહાદ, ધર્મ પરિવર્તન અને આતંકવાદના ઘોર ષડયંત્રનો પર્દાફાશ કરે છે. આ ફિલ્મ લાગણીમાં લવ જેહાદની જાળમાં ફસાઈ ગયેલી દીકરીઓની વાસ્તવિકતા ઉજાગર કરે છે કે આખરે તેમનું જીવન કેવી રીતે બરબાદ થઈ જાય છે.

‘ધ કેરળ સ્ટોરી’ મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરાઈ

સીએમ શિવરાજે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે અમે મધ્યપ્રદેશમાં ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદો બનાવી ચુક્યા છીએ. આ ફિલ્મ જાગૃતિ પેદા કરે છે તેથી મારી અપીલ છે કે દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ. દીકરીઓ પણ જુએ એટલા માટે અમે મધ્યપ્રદેશમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે.

મુખ્યમંત્રી શિવરાજે કર્યો કોંગ્રેસ પર પ્રહાર

મુખ્યમંત્રી શિવરાજે ફિલ્મને લઈને ઉભા થયેલા વિવાદને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસની પહેલાથી જ આતંકવાદીઓના વખાણ કરવા અને ખોટા કામને સમર્થન આપવાની વિચાર ધરાવે છે. અમે કોઈની વિરુદ્ધ નથી, પરંતુ જે ખોટું થઈ રહ્યું છે તે બધાની સામે આવુ જોઈએ.

ધ કેરલા સ્ટોરી -humdekhengenews

પીએમ મોદીએ પણ ઉલ્લેખ કર્યો

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસ પહેલા કર્ણાટકમાં યોજાયેલી ચૂંટણી સભામાં આ ફિલ્મના બહાને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. ઉપરાંત, ‘ધ કેરળ સ્ટોરી’ને આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરતી ફિલ્મ તરીકે ગણાવી હતી. તેમણે કહ્યું, ‘આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસ આ આતંકવાદી વલણ સાથે દેશને બરબાદ કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. કોંગ્રેસ આતંકવાદી વલણ ધરાવતા લોકો સાથે પાછલા બારણે રાજકીય સોદામાં પણ સામેલ છે. કર્ણાટકના લોકોએ કોંગ્રેસથી સાવધાન રહેવું જોઈએ.

ફિલ્મ પર વિવાદ

અભિનેત્રી અદા શર્મા સ્ટારર ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મ સુદીપ્તો સેન દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે અને તે 5 મે એટલે કે ગયા શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ત્યાર બાદ
શુક્રવારે કેરળમાં તેની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. દેખાવકારોએ થિયેટરની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેમનો આરોપ છે કે ફિલ્મમાં દક્ષિણ ભારતીય રાજ્યની ખોટી છબી રજૂ કરવામાં આવી છે. જ્યારે કેરળ હાઇકોર્ટે આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો.

 આ પણ વાંચો : દ્વારકા : મુસાફરો ભરેલી છકડો રીક્ષા પૂલ પરથી નીચે ખાબકી, 3 ના ઘટના સ્થળે જ મોત

Back to top button