મનોરંજન

The Kerala Story: ક્યાંક પ્રતિબંધ તો ક્યાક ટેક્સ ફ્રી , જાણો કેમ થઈ રહ્યો છે વિરોધ અને ફિલ્મને કેવો મળ્યો પ્રતિસાદ

ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ રિલીઝ થઈ ત્યારથી જ સતત હેડલાઈન્સમાં રહી છે. એક તરફ કેટલાક રાજ્યોમાં તેની વિરુદ્ધ પ્રચાર ચાલી રહ્યો છે, તો બીજી તરફ તમામ ટીકાઓને બાયપાસ કરીને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે.તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે કેટલાક રાજ્યોમાં તેને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી રહ્યા છે. મધ્યપ્રદેશ બાદ હવે યુપીની ભાજપ સરકાર વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરવા જઈ રહી છે. સીએમ યોગીએ પોતે ટ્વીટ કરીને આ વાત કહી છે. ત્યારે આ ફિલ્મ શુ છે અને તેનો કેમ વિવાદ થઈ રહ્યો છે. અને તેને વિવાદોની વચ્ચે અત્યાર સુધી કેટલી કમાણી કરી તે તમામ માહીતી અમે તમને જણાવીશું.

ઉત્તર પ્રદેશમાં ‘ધ કેરળ સ્ટોરી’ને ટેક્સ ફ્રી

ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે, જો કે ફિલ્મ તેની રિલીઝ પહેલા અને પછી વિવાદોમાં ઘેરાયેલી છે. જ્યારે ઘણા રાજ્યોએ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો છે, તો ઘણા રાજ્યોમાં ‘ધ કેરળ સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. મધ્યપ્રદેશ બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ ‘ધ કેરળ સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરવામાં આવી રહી છે. સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટ કર્યું છે કે ઉત્તર પ્રદેશ સરકાર તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને રાજ્યમાં ટેક્સ ફ્રી જાહેર કરશે. મુખ્યમંત્રી સચિવાલયે કહ્યું કે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ તેમના કેબિનેટ સાથીદારો સાથે લોક ભવનમાં યોજાનારી વિશેષ સ્ક્રીનિંગમાં ફિલ્મ જોઈ શકે છે. તમને જણાવી દઈએ કે યુપી બીજેપી સેક્રેટરી રાઘવેન્દ્ર મિશ્રાએ તાજેતરમાં લખનૌમાં 100 વિદ્યાર્થીનીઓને ફિલ્મ બતાવી હતી. આ સાથે જ મધ્યપ્રદેશ બાદ ઉત્તર પ્રદેશ વિવાદાસ્પદ ફિલ્મ ‘ટેક્સ ફ્રી’ બનાવનાર બીજું રાજ્ય બની ગયું છે.

જાણો ફિલ્મે કેટલી કમાણી કરી ?

તમને જણાવી દઈએ કે, ફિલ્મને લઈને જેટલો વિવાદ થઈ રહ્યો છે તેટલો જ વધુ ફાયદો ફિલ્મને મળી રહ્યો છે. કારણ કે મર્યાદિત સ્ક્રીન્સ પર રિલીઝ થયા બાદ પણ સુદીપ્તો સેનની ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ સોમવારે સિનેમાઘરોમાં 15 કરોડથી વધુની કમાણી કરી છે. ઉપરાંત, આ ફિલ્મે તેના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરી, માત્ર 40 કરોડના બજેટમાં બનેલી, મોટી કોમર્શિયલ ફિલ્મોને પાછળ છોડીને વર્ષ 2023ની પાંચમી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે.

ધ કેરળ સ્ટોરી

ફિલ્મનો કેમ થઈ રહ્યો છે વિરોધ

કેરળ સ્ટોરી રિલીઝ થઈ ત્યારથી જ સમાચારોમાં છે. કેટલાક તેને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેવી વાસ્તવિકતા જણાવતી બીજી ફિલ્મ કહી રહ્યા છે જ્યારે કેટલાક તેને વિવાદાસ્પદ ગણાવી રહ્યા છે. હવે આ ફિલ્મને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મને તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધિત કરવામાં આવી છે, જ્યારે ઝારખંડ અને કેરળ જેવા રાજ્યોમાં તેને પ્રતિબંધિત કરવાની માંગ કરવામાં આવી રહી છે. દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મને કારણે રાજ્યની છબી ખરાબ થઈ છે. આવી સ્થિતિમાં, તે નિશ્ચિત છે કે ધ કેરળ સ્ટોરી વર્ષની સૌથી લોકપ્રિય ફિલ્મ સાબિત થઈ શકે છે. આ ફિલ્મમાં દેશની હિંદુ અને ખ્રિસ્તી મહિલાઓની અગ્નિપરીક્ષા દર્શાવવામાં આવી છે, જેમને પહેલા બ્રેઈનવોશ કરીને ઈસ્લામ કબૂલ કરવા દબાણ કરવામાં આવ્યું હતું અને બાદમાં આઈએસઆઈએસ આતંકવાદી બનાવવામાં આવી હતી. દિગ્દર્શક સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત આ ફિલ્મના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ છે. જ્યારે ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સોનિયા બાલાની અને સિદ્ધિ ઈદનાનીએ મહત્વની ભૂમિકા ભજવી છે.

ધ કેરળ સ્ટોરી

ધ કેરળ સ્ટોરીની વાર્તા શું છે?

ધ કેરલા સ્ટોરી ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો, તે હિંદુ અને ખ્રિસ્તી છોકરીઓની સાચી વાર્તા બતાવે છે જે ઇસ્લામના અનુયાયીઓ દ્વારા લવ જેહાદમાં ફસાઈ હતી અને પછીથી ISIS આતંકવાદી બનવા માટે ઇરાક, સીરિયા અને અફઘાનિસ્તાન મોકલવામાં આવી હતી. કેરળ સ્ટોરી 5 મેના રોજ હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. ટ્રેલરમાં, વાર્તા શાલિની ઉન્નીકૃષ્ણન નામની છોકરીથી શરૂ થાય છે, જે અદા શર્મા દ્વારા ભજવવામાં આવી છે. ટ્રેલરમાં, અદાહના એક મિત્રને ISIS ભરતી કરનાર બતાવવામાં આવ્યો હતો જે છોકરીઓને ઇસ્લામ સ્વીકારવા માટે બ્રેઇનવોશ કરે છે. આ સિવાય તે યુવતીઓને મુસ્લિમ યુવકો સાથે મળીને તેમના લગ્ન કરાવે છે. આ પછી પીડિત છોકરીઓને ISISમાં દાખલ કરવામાં આવે છે. ધ કેરલા સ્ટોરીમાં બ્રેઈન વોશ, હિજાબ, ધર્મ પરિવર્તન, મિશન અને આતંક, આ બધું એ વાર્તાનો છેડો છે.

આ પણ વાંચો : અમદાવાદીઓ ગરમીથી શેકાવા રહેજો તૈયાર! અમદાવાદમાં આજે યલો અને આવતીકાલથી ઓરેન્જ એલર્ટ

Back to top button