‘The Kerala story’ને ભાજપ મેદાને, આ ધારાસભ્ય છોકરીઓને ફ્રીમાં બતાવશે ફિલ્મ
‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મને સમગ્ર દેશમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ હવે આ ફિલ્મને લઈને નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિદ્યાર્થિનીઓ અને મહિલાઓ આજથી 4 દિવસ વિનામુલ્યે આ ફિલ્મ બતાવવાની જાહેરાત કરી છે.
4 દિવસ ‘The Kerala story’ને ફ્રીમાં બતાવાશે
ધ કેરલા સ્ટોરી’ (The Kerala Story) ફિલ્મને સમગ્ર દેશમાં સમર્થન અને વિરોધનો એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ આ ફિલ્મને લઈને રાજકારણ પણ ખુબ ગરમાયું છે. ત્યારે આ વચ્ચે ગુજરાતમાં પણ ભાજપના કેટલાક નેતાઓ દ્વારા સમર્થન આપવામા આવી રહ્યું છે. તાજેતરમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિદ્યાર્થીનીઓ અને મહિલાઓને 4 દિવસ આ ફિલ્મ ફ્રિ માં બતાવવાનુ આયોજન કરવામ આવ્યું છે.
સ્કાય સિનેમાના તમામ શો બુક
લવ જેહાદ અને ધર્મ પરિવર્તનને ઉજાગર કરતી ફિલ્મ The Kerala story ને લઈને ગુજરાતમાં ભાજપના નેતાઓ મેદાને આવ્યા છે. ત્યારે “ધ કેરેલા સ્ટોરી” મોરબીની વધુમાં વધુ બહેનો જોવે તેના માટેની મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અને આજથી 4 દિવસ સુધી છોકરીઓ અને મહિલાઓને ફ્રીમાં આ ફિલ્મ બતાવવામા આવશે તેમ જાહેર કર્યું છે. આ માટે આજથી લઈને ચાર દિવસ સુધીના સ્કાય સિનેમાના તમામ શો અત્યારથી જ બુક કરી દેવામા આવ્યા છે.
દર્શિતા શાહે CMને પત્ર લખીને કરી રજૂઆત
એક તરફ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ છોકરીઓને 4 દિવસ સુધી ફ્રીમાં આ ફિલ્મ બતાવવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ રાજકોટ પશ્ચિમના ભાજપના MLA ડૉ.દર્શિતા શાહે CMને પત્ર લખીને ગુજરાતમાં ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મને કરમુક્ત કરવા રજૂઆત કરી છે. યુપી અને એમપીમાં ‘ધ કેરાલા સ્ટોરી’ ફિલ્મને કરમુક્ત કરાઇ છે ત્યારે દર્શિતા શાહે CMને પત્ર લખીને ગુજરાતમાં પણ આ ફિલ્મને કરમુક્ત કરવાની રજૂઆત કરી છે. દર્શિતા શાહે લખ્યું છે કે ‘લવ જેહાદ રોકવા આ ફિલ્મને પ્રોત્સાહન આપવું જોઈએ અને આ ફિલ્મને કરમુક્ત કરવી જોઈએ’.
આ પણ વાંચો : બુલેટ ટ્રેનને લઈને ખુશખબર ! રેલવે મંત્રાલયે જાપાન સાથે કર્યો વધુ એક કરાર